
આ ઉપરાંત દરવાજા પાછળ કપડાં લટકાવવાથી માનસિક શાંતિ અને સકારાત્મક વિચારોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે. તેમજ પરિવારના સભ્યોના સંબંધો , કાર્યક્ષમતા અને સમૃદ્ધિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

કપડાં જે રુમના દરવાજા પાછળ લટકાવો છો તે રુમમાં નકારાત્મક ઉર્જા વધી જવાથી લોકોનું મન અસ્થિર થઈ શકે છે. ગંદા અને પહેરેલા કપડા દરવાજા પાછળ લગાવવાથી રુમનું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે.

દરવાજા પાછળ કપડાં લટકાવવાની આદત છોડી દો. તેના બદલે, કપડા રાખવા માટે અલગ જગ્યા રાખો, જેમ કે અલમારી અથવા દિવાલ પર હૂક લગાવીને કપડાં લટકાવી શકો છો.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)