
હિંદુ પંચાગ અનુસાર કેટલીક એવી તિથિ ઓ છે જે સાવરણી ખરીદવા માટે શુભ મનાય છે. જેમા સૌથી પહેલા કૃષ્ણપક્ષ માં જેને ગાંધારી પાક કહેવાય છે, આ સમયે સાવરણી ખરીદવાને ઘણુ શુભ માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઝાડુ ખરીદવા માટે મંગળવાર, શનિવાર અને અમાસ શુભ છે. કૃષ્ણ પક્ષ એટલે કે ચંદ્રના ઘટતા મહિના દરમિયાન ઝાડુની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા દૂર થાય છે.

અમાવસ્યા કે ધનતેરસની તિથિએ ઝાડુ લાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ અને કૃપા બની રહે છે.

નવી સાવરણી ક્યારે ન ખરીદવી?: શુક્લ પક્ષ દરમિયાન ક્યારેય ઝાડુની ખરીદી કરવી જોઈએ નહીં.

આ સમયે ઝાડુ ખરીદવુ દુર્ભાગ્ય લાવનારુ મનાય છે. સોમવારના દિવસે પણ નવી સાવરણી ખરીદવાનું ટાળવુ જોઈએ.

જુની સાવરણી ફેંકવા માટેના નિયમો: ગુરુવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ સાવરણીને બહાર ફેંકવી જોઈએ નહીં.

ક્યારેય તૂટેલી કે વિખરાયેલી સાવરણીથી કચરો કાઢવો જોઈએ નહીં.

જેમ તૂટેલો અરીસો (દર્પણ) મુખડુ જોવા માટે શુભ નથી ગણાતો તે જ પ્રકારે તૂટેલુ ઝાડુ પણ કચરો વાળવા માટે બિલકુલ પણ શુભ નથી.

ઘરમાં ભગવાનના પૂજાપાઠ કરવાના સ્થળે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ.

ઘરમાં જ્યાં અતિથિ આવીને બેસે છે ત્યાં પણ સાવરણી ક્યારેય રાખવી ન જોઈએ.

રસોઈ ઘરમાં પણ સાવરણીને રાખવી શુભ માનવામાં આવતુ નથી.

ઘરમાં સાવરણીને એવી જગ્યાએ રાખવી ઉચિત ગણાય છે જ્યાં કોઈનું ધ્યાન જતુ નથી.

અહીં સૂચવવામાં આવેલા તમામ ઉપાયો અને સૂચનો વશિષ્ઠ સંહિતામાં સૂચવેલા છે. ગુરુદેવ વશિષ્ઠે જ્યોતિષના અદ્દભૂત ગ્રંથની રચના કરી છે જેમા આવી તમામ બાબતોનું વર્ણન છે.
Published On - 6:36 pm, Mon, 27 July 26