
વાસ્તુ નિષ્ણાતોના મતે, દિવાળી પર તમારા ઘરને સાફ કર્યા પછી તમારે આંબાના પાન લેવા જોઈએ. તમારે આ કેરીના પાનનો ઉપયોગ આખા ઘરમાં ગંગાજળ, કેસર, કાચું દૂધ અને હળદર છાંટવા માટે કરવો જોઈએ. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે, તમે બાથરૂમ કે શૌચાલયમાં આમાંથી કોઈ પણ વસ્તુનો છંટકાવ ન કરો. આ સરળ ઉપાયથી મૈયા લક્ષ્મી પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

માન્યતાઓ અનુસાર, તમારે દિવાળીના દિવસે આંબાના પાન, અશોકના પાન અથવા ગલગોટાના ફૂલોની માળા બનાવવી જોઈએ. ખાતરી કરો કે, આ ફૂલો અને પાંદડાઓની સંખ્યા વિષમ (Odd Number) હોય. વધુમાં, તમારે આ દિવસે ઘર અથવા ઓફિસના અગ્નિ ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તમારા ઘર તેમજ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે, તો તમારે દિવાળીની સાંજે શિવ મંદિરમાં જઈને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તમે આ કામ કરો છો, ત્યારે લક્ષ્મી માતા તમારા ઘરમાં આવે છે અને પિતૃઓના પાપોથી પણ મુક્તિ મેળવી શકાય છે.