Vastu Tips : રસોડામાં આ 5 વસ્તુ રાખશો તો માતા અન્નપૂર્ણા થશે ગુસ્સે ! આર્થિક સ્થિતિ થઈ શકે છે ખરાબ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવા માટે સાચી દિશા અને સ્થાન જરૂરી છે. તેવી જ રીતે ઘરના ક્યાં રુમમાં કઈ વસ્તુ મુકવી જોઈએ તેની પણ માહિતી આપવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે રસોડામાં કઈ વસ્તુ મુકવાનું ટાળવું જોઈએ.
1 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં દવાઓ કે પ્રાથમિક સારવાર બોક્સ રાખવાનું ટાળવું જોઈએ.રસોડામાં દવા રાખવાથી નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. જ્યારે તેની અસર આર્થિક સ્થિતિ અને ઘરમાં રહેલા સભ્યોના સ્વાસ્થ્ય પર થાય છે.
2 / 6
રસોડામાં પ્લાસ્ટિકના વાસણો અને કન્ટેનરનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે અને નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. એટલું જ નહીં, પ્લાસ્ટિકનો સંબંધ રાહુ સાથે છે. જેના પગલે રાહુ દોષ પણ લાગી શકે છે.
3 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં જો અરીસો લગાવ્યો હોય તો તેને તાત્કાલિક કાઢી લેવો જોઈએ. અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ ન પડતું હોવું જોઈએ. જેથી તે રસોડામાં અગ્નિ અને પાણીનું સંતુલન બગાડે છે. જેનાથી વાસ્તુ દોષ સર્જાય છે.
4 / 6
મોટાભાગના ઘરોમાં લોકો તેમના રસોડામાં કચરાપેટી રાખે છે જેથી રસોઈ કરતી વખતે ઉત્પન્ન થતો કચરો તેમાં ફેંકી શકાય. તેઓ પોતાની સુવિધા માટે આ કરે છે. પરંતુ વાસ્તુ અનુસાર આ કરવું ખોટું છે. કચરો નકારાત્મકતાનું પ્રતીક છે અને તે તમારા સ્વાસ્થ્ય અને નાણાકીય પ્રગતિને અસર કરી શકે છે.
5 / 6
જો રસોડામાં કપ, પ્લેટ, થાળી કે અન્ય કોઈ વાસણ તૂટી જાય તો તેને તાત્કાલિક ફેંકી દેવું જોઈએ. રસોડામાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે. તૂટેલા વાસણો દુર્ભાગ્ય અને ગરીબી વધારે છે. દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે.
6 / 6
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)