
ઉત્તર દિશા વાસ્તુશાસ્ત્રમાં ધનસંપત્તિ અને સુખાકારીની દિશા માનવામાં આવે છે. જો આ દિશામાં ભારે ફર્નિચર, જેમ કે સોફા, કબાટ અથવા વિશાળ શો-પીસ મુકવામાં આવે, તો તે સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં અવરોધ પેદા કરે છે. પરિણામે, વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી અને વિઘ્નો ઊભા થવાની શક્યતા વધી શકે છે. ( Credits: Getty Images )

કચરાપેટી ગંદકી અને નકારાત્મકતા સાથે જોડાયેલી હોય છે, તેથી તેને ઈશાન દિશામાં મુકવું અનુકૂળ માનતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવી ગંદકી ઉત્તર-પૂર્વ ખૂણામાં હોય તો ઘરમાં અશાંતિ અને ઉર્જામાં અવરોધ ઊભો થાય છે. કચરાપેટી માટે દક્ષિણ-પૂર્વ દિશા યોગ્ય માનવામાં આવે છે, જ્યાં તે ઓછું હાનિકારક સાબિત થાય છે. (Credits: - Canva)

વાસ્તુશાસ્ત્ર મુજબ, જૂતા અને ચંપલને અશુદ્ધતા અને નકારાત્મકતા સાથે સંકળાયેલા માનવામાં આવે છે. જો તેને ઉત્તર દિશામાં મુકવામાં આવે તો ઘરમાં અશાંતિ, અસંતોષ અને અસિદ્ધિના સંજોગો ઊભા થઈ શકે છે. જેથી જૂતા અને ચંપલને ઘરના મુખ્ય દરવાજા પાસે ચોક્કસ રીતે નિર્ધારિત સ્થાને રાખવા સૂચવવામાં આવે છે. જોકે જૂતા અને ચંપલને ઈશાન દિશામાં મૂકવાનું ટાળવું જોઈએ. (Credits: - Canva)

વાસ્તુશાસ્ત્ર મુજબ, તૂટેલી પેઇન્ટિંગ્સ, તૂટેલા વાસણો, બંધ ઘડિયાળ અથવા અન્ય નુકસાન પામેલી વસ્તુઓને ઈશાન ખૂણામાં રાખવી અનુકૂળ માનાતી નથી. આવી વસ્તુઓ ઘરની અંદરની સકારાત્મક ઉર્જાને અટકાવે છે અને ધનહાનિ કે ગરીબી જેવા પરિણીામો લાવી શકે છે. તેથી, આવા ચીજવસ્તુઓને સમયસર દૂર કરવી જરુરી ગણાય છે. (Credits: - Canva)

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)