
રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રાયલ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO), લખનૌની દેખરેખ હેઠળ જાન્યુઆરી મહિના સુધી ચાલુ રહેશે. આ પછી રેલ્વે સુરક્ષા કમિશનર દ્વારા મહત્તમ ઝડપે ટ્રેનનું મૂલ્યાંકન કરવામાં આવશે. અંતિમ તબક્કો પસાર કર્યા પછી, વંદે ભારત ટ્રેનોને સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવશે અને ઇન્ડક્શન અને નિયમિત સેવા માટે ભારતીય રેલ્વેને સોંપવામાં આવશે.

વંદે ભારત સ્લીપર ટ્રેનોને ઓટોમેટિક દરવાજા, અત્યંત આરામદાયક બર્થ, બોર્ડમાં Wi-Fi, લાઇટિંગ અને એરક્રાફ્ટ જેવી સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે તેમની એક દિવસીય આસામની મુલાકાત દરમિયાન ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. રેલ્વે મંત્રીએ ગુવાહાટી-નવી લખીમપુર જન શતાબ્દી એક્સપ્રેસ, નવી બોંગાઈગાંવ-ગુવાહાટી પેસેન્જર ટ્રેન અને તિનસુકિયા-નાહરલાગુન એક્સપ્રેસને ગુવાહાટી રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત વૈષ્ણવે ડિજીટલ માધ્યમથી દિસપુરમાં તેટેલીયા રોડ ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.