જૂના સ્માર્ટ ફોનને ફેંકો નહીં, તેને CCTV બનાવો, આ સરળ રીતથી થઇ જશે કામ
તમે તમારા ઘરની સુરક્ષા માટે કોઈ ઓછા ખર્ચ સાથેને ઉપાય શોધી રહ્યા છો, જે તમારા ઘર પર નજર રાખી શકે, તો આ રીત ખૂબ ઉપયોગી છે. આ જુગાડથી તમે તમારા ઘરમાં થતી દરેક ગતિવિધિની માહિતી મેળવી શકશો. આ ઉપાયથી તમારા ઘર માટે સિક્યોરિટી ગાર્ડ રાખવાનો ખર્ચ અને કેમેરા ખર્ચનું ટેન્શન દૂર થશે. અમે તમારા માટે એક સસ્તો ઉપાય લઈને આવ્યા છીએ, જે તમારા હજારો રૂપિયા બચાવશે અને સુરક્ષાનું પણ ધ્યાન રાખશે.
1 / 7
તમે તમારા ઘરની સુરક્ષા માટે કોઈ ઓછા ખર્ચ સાથેને ઉપાય શોધી રહ્યા છો, જે તમારા ઘર પર નજર રાખી શકે, તો આ રીત ખૂબ ઉપયોગી છે. આ જુગાડથી તમે તમારા ઘરમાં થતી દરેક ગતિવિધિની માહિતી મેળવી શકશો. આ ઉપાયથી તમારા ઘર માટે સિક્યોરિટી ગાર્ડ રાખવાનો ખર્ચ અને કેમેરા ખર્ચનું ટેન્શન દૂર થશે. અમે તમારા માટે એક સસ્તો ઉપાય લઈને આવ્યા છીએ, જે તમારા હજારો રૂપિયા બચાવશે અને સુરક્ષાનું પણ ધ્યાન રાખશે.
2 / 7
તમે તમારા જૂના ફોનને ફેંકશો નહીં તમે તેને CCTV તરીકે વાપરી શકો છો. ફોનને CCTV કેમેરામાં કન્વર્ટ કરવા માટે પહેલા જૂના ફોનમાં IP વેબકેમ એપ ઇન્સ્ટોલ કરો. આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળશે. એપ્લિકેશન ખોલો અને સ્ક્રીનના તળિયે બતાવેલ સ્ટાર્ટ ઓવર વિકલ્પ પર ક્લિક કરો. એપને પરવાનગી આપો અને આગળ વધો, આ કર્યા પછી તમારા ફોનનો કેમેરો ખુલશે.
3 / 7
સ્ક્રીન પર નીચે આપેલ IP એડ્રેસને કાળજીપૂર્વક તપાસો અને તેને ક્યાંક લખો. ફોનના બ્રાઉઝરમાં લિંક એડ્રેસ ભરવાના વિકલ્પમાં, IP એડ્રેસ ભરો અને એન્ટર દબાવો. હવે IP Webcam વેબસાઇટ ખુલશે.અહીં તમને 2 વિકલ્પો બતાવવામાં આવશે. જેમાં વિડિયો રેન્ડરિંગ અને ઓડિયો પ્લેયરનો સમાવેશ થાય છે. હવે જો તમે રેકોર્ડ કરેલ વિડિયો જોવા માંગો છો તો તમે વિડિયો રેન્ડરીંગ સિલેક્ટ કરી શકો છો. આ કર્યા પછી, બ્રાઉઝર પર ક્લિક કરો.
4 / 7
જો તમે વિડીયો અને ઓડિયો બંને સાંભળવા અને જોવા માગતા હોવ તો ઓડિયો પ્લેયરની બાજુમાં આપેલા ફ્લેશ ઓપ્શન પર ક્લિક કરો, હવે તમે તમારા ફોન પર ઓડિયો અને વિડિયો બંને જોઈ શકો છો અને તમારા ઘરની દરેક ક્ષણનો ટ્રૅક રાખી શકો છો.
5 / 7
તમારા જૂના ફોનને જો તમે સીસીટીવી કેમેરામાં કન્વર્ટ કરવાનું નક્કી કર્યું છે, તો કેટલીક બાબતોનું ધ્યાન જરુર રાખો. આ માટે તમારા ફોનમાં પૂરતી સ્પેસ હોવી જરુરી છે. જેથી કરીને તમે તેમાં એપ ઇન્સ્ટોલ કરી શકો. તમારા જૂના સ્માર્ટફોનમાં બેઝિક એપ કાર્યરત હોવી જોઈએ. તમારા ફોનનો કેમેરો સારો હોવો જોઈએ, તેના વિના આ જુગાડ નહીં ચાલે.
6 / 7
જો તમે તમારા ઘરની સુરક્ષા માટે ગાર્ડ અથવા અલગ સીસીટીવી કેમેરા લગાવો છો, તો તમને હજારો રૂપિયાનો ખર્ચ થશે.તેના બદલે તમારે દર મહિને સિક્યોરિટી ગાર્ડને પગાર પણ ચૂકવવો પડશે. જો આપણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સૌથી સસ્તા સીસીટીવી કેમેરાની કિંમત વિશે વાત કરીએ, તો તમે તેને 1,300 રૂપિયા સુધી મેળવી શકો છો. તેની સાથે તેના મેઈન્ટેનન્સનો ખર્ચ પણ તમારે ઉઠાવવો પડશે.
7 / 7
જો તમે આ ઉપાય અપનાવશો તો હજારો રૂપિયાની બચત થશે. ઉપર જણાવેલ સરળ પ્રક્રિયાને અનુસરો અને તમે તમારા જૂના ફોનનો પણ ઉપયોગ કરી શકો છો. આમાં તમે કોઈપણ બ્રાન્ડના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો. આ એપ કોઈપણ એન્ડ્રોઈડ ફોનને સપોર્ટ કરી શકે છે,આમાં સેમસંગ, રેડમી, ઓપ્પો, વિવો વગેરેનો સમાવેશ થાય છે.
(નોંધ- આ માહિતી મીડિયા રિપોર્ટસ પર આધારિત છે. એપ ઇન્સ્ટોલ કરતા પહેલા એપની વિશ્વસનીયતા ચકાસી લેવી. TV9 ગુજરાતી આ માહિતીની વિશ્વસનીયતાની પુષ્ટિ કરતુ નથી)