
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને કેટલાક વેપારી જહાજો પર થયેલા હુમલાઓને કારણે વૈશ્વિક દરિયાઈ વેપાર અંગે ચિંતા વધી રહી છે. તાજેતરમાં આશરે 18 માલવાહક જહાજોને નુકસાન પહોંચ્યાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની મહત્વતા ફરીથી ચર્ચામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે જાણીએ કે મોટા જહાજોમાં કયું બળતણ વપરાય છે અને તે સામાન્ય ઈંધણથી કેવી રીતે અલગ હોય છે. ( Credits: AI Generated )

મોટા માલવાહક જહાજોમાં સામાન્ય રીતે ભારે બળતણ તેલ વપરાય છે, જેને બંકર ફ્યુઅલ પણ કહેવામાં આવે છે. આ ઈંધણ ક્રૂડ તેલને રિફાઇન કર્યા પછી બચતા જાડા અને ભારે અવશેષમાંથી બને છે. રિફાઇનિંગ પ્રક્રિયામાં પહેલા પેટ્રોલ, ડીઝલ અને એરક્રાફ્ટ ફ્યુઅલ જેવા હળવા ઉત્પાદનો કાઢી લેવામાં આવે છે, જ્યારે બાકી રહેલો ભારે અવશેષ મોટા દરિયાઈ એન્જિન ચલાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ( Credits: AI Generated )

ભારે બળતણ તેલ અને સામાન્ય પેટ્રોલ-ડીઝલ વચ્ચેનો મુખ્ય ફરક તેની જાડાશમાં હોય છે. પેટ્રોલ અને ડીઝલ પાતળા હોવાથી સરળતાથી વહે છે, જ્યારે ભારે બળતણ તેલ ખૂબ જ ગાઢ હોય છે અને ડામર જેવું લાગે છે. તેથી તેને જહાજમાં વાપરતા પહેલા લગભગ 100°C થી 120°C સુધી ગરમ કરવું પડે છે જેથીએન્જિનમાં પમ્પ કરી શકાય તેટલું પ્રવાહી બને. ( Credits: AI Generated )

ભારે બળતણ તેલને ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ પછી બચતા અવશેષમાંથી બનાવવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ જેવા મૂલ્યવાન ઈંધણ કાઢ્યા પછી બાકી રહેલી સામગ્રીને બંકર ફ્યુઅલ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ કારણે તેમાં સલ્ફર અને કેટલીક ભારે ધાતુઓ જેવી અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય છે. ( Credits: AI Generated )

ભારે બળતણ તેલ એન્જિનમાં વાપરતા પહેલા જહાજ પર સાફ કરવામાં આવે છે. તેના માટે ખાસ મશીનોનો ઉપયોગ થાય છે, જે બળતણમાંથી પાણી, ધૂળ, રેતી અને ધાતુના નાના કણોને દૂર કરે છે. જેથી એન્જિન સારી રીતે કામ કરી શકે. ( Credits: AI Generated )

ભારે બળતણ તેલમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોવાને કારણે તે હવા પ્રદૂષણ વધારવાનું કારણ બને છે. પહેલાં બંકર ફ્યુઅલમાં લગભગ 3.5% સુધી સલ્ફર હોઈ શકે છે, તેથી પ્રદૂષણ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠને IMO 2020 સલ્ફર કેપ તરીકે ઓળખાતા કડક નિયમો લાગુ કર્યો, જેના મુજબ હવે જહાજોમાં વપરાતા બળતણમાં સલ્ફરનું પ્રમાણ વધારેમાં વધારે 0.5% સુધી મર્યાદિત રાખવું જરૂરી છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )