
કંપનીના દાવા મુજબ તે સાઉદી અરેબિયા અને સિંગાપોર સહિત ભારતના 30 શહેરોમાં સેવાઓ પૂરી પાડે છે. સર્વિસ પ્લેટફોર્મ પર ઉમેરાયેલા ગિગ વર્કર્સ માટે કંપનીને દર મહિને લગભગ 22 લાખ ઓર્ડર મળે છે. જેના દ્વારા કંપનીને લગભગ 1290 કરોડ રૂપિયાની આવક થાય છે.

અર્બન કંપની 57 હજાર પાર્ટનર્સ સાથે કામ કરવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2024માં આ લોકોએ અંદાજે 2.30 કરોડ સર્વિસ પૂરી પાડી હતી.

અર્બન કંપનીની વેબસાઇટ પર તેના રોકાણકારો વિશે માહિતી આપવામાં આવી છે. આ કંપનીના રોકાણકારોમાં સ્વર્ગસ્થ રતન ટાટા પણ હતા. આ ઉપરાંત ટાઇગર ગ્લોબલ, થિંક ઇન્વેસ્ટમેન્ટ, ACCEL પાર્ટનર, VY કેપિટલ, એલિવેશન પણ કંપનીમાં રોકાણકારો છે.
