Breaking News : UPI પર MDR ચાર્જને લઈ ખુશખબર, 15 ઓક્ટોબર, 2026 ને બદલે 1 જાન્યુઆરી, 2027 થી લાગુ થઈ શકે છે ચાર્જ

UPI પર MDR ચાર્જ લાગુ કરવાની તારીખ 15 ઓક્ટોબર, 2026 થી લંબાવીને 1 જાન્યુઆરી, 2027 કરવાની ચર્ચા ચાલી રહી છે. આનાથી તહેવારોની સિઝન દરમિયાન ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓને મોટી રાહત મળશે.

| Updated on: Oct 08, 2026 | 9:34 AM
1 / 7
UPI પેમેન્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. UPI પર MDR (Merchant Discount Rate) ચાર્જ લાગુ કરવાની તારીખ 15 ઓક્ટોબર, 2026થી લંબાવીને 1 જાન્યુઆરી, 2027 કરવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો તારીખ લંબાવવામાં આવે છે, તો તહેવારોની સિઝન દરમિયાન ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ અને દુકાનદારોને વધુ સમય મળી શકે છે.

2 / 7
મળતી માહિતી અનુસાર, 7 ઓક્ટોબરે NPCIના નેતૃત્વમાં UPI સ્ટીયરિંગ કમિટીના સભ્યોની બેઠક યોજાઈ હતી. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને MDRના અમલીકરણની તારીખ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

3 / 7
હાલ 15 ઓક્ટોબરના બદલે 1 જાન્યુઆરી, 2027થી તેનો અમલ કરવાની શક્યતા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે, નવી તારીખને સત્તાવાર મંજૂરી મળી છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

4 / 7
MDR એટલે Merchant Discount Rate. સરળ ભાષામાં સમજીએ તો ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ વેપારી પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ MDR કહેવાય છે. જોકે, તેનો સીધો અર્થ એવો નથી કે ગ્રાહક જ્યારે પણ UPIથી પેમેન્ટ કરશે ત્યારે તેના બેંક ખાતામાંથી અલગથી MDR ચાર્જ કાપવામાં આવશે.

5 / 7
ગ્રાહક પર લાગતા સીધા ચાર્જ અને વેપારી પાસેથી વસૂલાતા પેમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

6 / 7
જો MDR લાગુ કરવાની તારીખ 1 જાન્યુઆરી, 2027 સુધી લંબાવવામાં આવે છે, તો વેપારીઓને તહેવારોની સિઝન દરમિયાન રાહત મળી શકે છે. તેમને નવી વ્યવસ્થા સમજવા અને તેના અમલ માટે તૈયારી કરવાનો વધારાનો સમય મળશે.

7 / 7
હાલમાં MDRના ચોક્કસ દર, કયા પ્રકારના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે અને કયા વેપારીઓને તેની અસર થશે તે અંગે સંપૂર્ણ વિગતો સ્પષ્ટ નથી. તેથી દરેક UPI પેમેન્ટ પર ગ્રાહક પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે એવું માનવું યોગ્ય નથી. હવે અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ જ નવી તારીખ અને અન્ય નિયમો અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

Follow Us
Loading...
Unable to load recommendations.