UPI AutoPay થી SIP, Insurance કે Bill ભરો છો? 15 ઓક્ટોબરના નવા નિયમથી તમારા ખિસ્સા પર શું અસર પડશે?

15 ઓક્ટોબર 2026થી UPI નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. યુઝર્સમાં ચર્ચા છે કે, શું હવે દર વખતે UPI કરવા પર વધારાના પૈસા ચૂકવવા પડશે? જો તમે પણ દર મહિને Mutual Fund SIP, Insurance કે લાઇટ બિલ UPIથી ભરો છો, તો આ નવો નિયમ તમારા માટે જાણવો ખૂબ જરૂરી છે. શું ખરેખર તમારા ખાતામાંથી ચાર્જ કપાશે કે પછી આ નિયમ કંઈક અલગ જ છે?

| Updated on: Sep 18, 2026 | 5:02 PM
1 / 8
જો તમે દર મહિને Mutual Fund SIP, Insurance Premium, OTT Subscription કે Utility Bills નું પેમેન્ટ UPI AutoPay દ્વારા કરો છો, તો આ સમાચાર તમારા માટે કામના સાબિત થઈ શકે છે. 15 ઓક્ટોબર 2026 થી લાગુ થનારા નવા UPI MDR નિયમને સમજવો જરૂરી છે. સૌથી પહેલા એ સ્પષ્ટ કરી દઈએ કે, 15 ઓક્ટોબરથી દરેક UPI Payment પર ચાર્જ નથી લાગવાનો. નવા નિયમ મુખ્યત્વે પસંદગીના Person-to-Merchant એટલે કે P2M ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે.

2 / 8
જો તમારી Mutual Fund SIP પહેલાથી જ UPI AutoPay અથવા UPI Mandate દ્વારા ચાલી રહી છે, તો તમારે નવા MDR ને લઈને પરેશાન થવાની જરૂર નથી. NPCI ના નવા નિયમો અનુસાર, UPI Mandate અને AutoPay દ્વારા થતા રિકરિંગ પેમેન્ટ્સ (નિયમિત પેમેન્ટ્સ) પર નિર્ધારિત MDR નહીં લાગે. સરળ રીતે સમજીએ તો, દર મહિને તમારા બેંક એકાઉન્ટમાંથી SIP ની રકમ આપમેળે કપાતી રહેશે અને આ AutoPay ટ્રાન્ઝેક્શન પર નવો MDR લાદવામાં નહીં આવે.

3 / 8
જો કે, અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જરૂરી છે. જો તમે કોઈ Mutual Fund માં એકસાથે (One-time) UPI Payment કરો છો, તો તે કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શનની શ્રેણીમાં આવી શકે છે. આવા એલિજિબલ ટ્રાન્ઝેક્શન માટે 0.02% MDR નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેની મહત્તમ સીમા પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹300 છે.

4 / 8
Insurance Premium ને નવા UPI MDR ફ્રેમવર્કમાં અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. ₹2,000 થી વધુના એલિજિબલ ઇન્શ્યોરન્સ પેમેન્ટ્સ પર 0.4% MDR ના બદલે ₹5 નો ફ્લેટ (Flat) MDR લાગુ થશે. તેથી, જો તમે ₹50,000 નું Insurance Premium UPI થી ભરો છો, તો તેનો અર્થ એ નથી કે ₹200 નો MDR સીધો તમારા ખાતામાંથી કાપી લેવામાં આવશે.

5 / 8
અહીં એ સમજવું પણ જરૂરી છે કે, MDR મુખ્યત્વે મર્ચન્ટ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં લાગતો ચાર્જ છે. તેને સીધો ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતી નવી UPI ટ્રાન્ઝેક્શન ફી તરીકે ન જોવો જોઈએ. સરકાર તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, MDR ગ્રાહક પર ટ્રાન્ઝેક્શન ફી તરીકે નાખવામાં નહીં આવે.

6 / 8
15 ઓક્ટોબરથી એલિજિબલ રેગ્યુલર P2M UPI ટ્રાન્ઝેક્શનમાં ₹2,000 થી વધુના પેમેન્ટ પર 0.4% MDR લાગુ થશે. ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ મહત્તમ ₹300 સુધી સીમિત રહેશે. જો કે, તમામ UPI ટ્રાન્ઝેક્શન આ નિયમના દાયરામાં નહીં આવે. પેમેન્ટનો પ્રકાર અને તે કઈ કેટેગરીમાં આવે છે, તે વધારે મહત્વપૂર્ણ રહેશે.

7 / 8
જો Netflix જેવા OTT Subscription, વીજળીનું બિલ, મોબાઈલ બિલ કે બીજા રિકરિંગ પેમેન્ટ્સ UPI AutoPay અથવા UPI Mandate થી આપમેળે કપાય છે, તો આ ઓટોમેટેડ રિકરિંગ પેમેન્ટ પર નિર્ધારિત MDR લાગુ નહીં થાય. આ ફક્ત એટલા માટે કેમ કે, AutoPay ની રકમ ₹2,000 થી વધુ છે, તેના પર નવો MDR લાગવો જરૂરી નથી.

8 / 8
UPI યુઝર્સ માટે સૌથી જરૂરી વાત એ છે કે, ફક્ત પેમેન્ટ એમાઉન્ટ (રકમ) જોઈને નવા નિયમનો અંદાજો ન લગાવો. એ પણ જોવું જરૂરી છે કે, payment one-time UPI transaction છે કે UPI AutoPay/mandate દ્વારા રિકરિંગ પેમેન્ટ? Mutual Fund SIP અને બીજા AutoPay યુઝર્સ માટે આ જ સૌથી મોટો તફાવત છે. બીજું કે, નવા નિયમો 15 ઓક્ટોબર 2026 થી લાગુ થશે.

Follow Us
Loading...
Unable to load recommendations.