Upcoming IPO: નવેમ્બરમાં IPOની રહેશે ભરમાર, NTPC સહિત મોટી કંપનીઓ કરશે માર્કેટમાં એન્ટ્રી

|

Oct 27, 2024 | 7:16 PM

આ વર્ષે ઘણા IPO બજારમાં આવ્યા છે. એક પછી એક અનેક નાની-મોટી કંપનીઓ શેરબજારમાં એન્ટ્રી કરી છે. હવે દિવાળીના ટૂંકા વિરામ બાદ ફરી એકવાર IPOની ભરમાર જોવા મળશે. Swiggy, NTPC ગ્રીન એનર્જી અને Mobiquik જેવી ઘણી મોટી કંપનીઓએ બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

1 / 8
આ વર્ષે ઘણા IPO બજારમાં આવ્યા છે. એક પછી એક અનેક નાની-મોટી કંપનીઓ શેરબજારમાં એન્ટ્રી કરી છે. હવે દિવાળીના ટૂંકા વિરામ બાદ ફરી એકવાર IPOની ભરમાર જોવા મળશે.

2 / 8
Swiggy, NTPC ગ્રીન એનર્જી અને Mobiquik જેવી ઘણી મોટી કંપનીઓએ બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. આ તમામને સેબીની મંજૂરી મળી ચૂકી છે. તેમની એન્ટ્રી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ થવાની છે.

3 / 8
ફૂડ ડિલિવરી કંપની Swiggyનો IPO 6 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલી શકે છે. Swiggyના આઈપીઓની કિંમત લગભગ 11,800 કરોડ રૂપિયા હશે.

4 / 8
NTPC ગ્રીન એનર્જી એ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની રિન્યુએબલ એનર્જી કંપની છે. NTPC ગ્રીન એનર્જીનો પોર્ટફોલિયો હાલમાં 14,696 મેગાવોટ છે. આ સિવાય કંપની સૌર અને પવન ઊર્જાના 10,975 મેગાવોટના પ્રોજેક્ટ્સ વિકસાવી રહી છે. તેનો IPO પણ નવેમ્બરમાં આવી રહ્યો છે.

5 / 8
Acme સોલર હોલ્ડિંગ્સ આ રિન્યુએબલ એનર્જી કંપની માત્ર સોલર પાવર પ્રોજેક્ટ ચલાવે છે. Acme Solar Holdings કેન્દ્ર અને રાજ્ય સરકારોને પાવર વેચીને આવક કરે છે.

6 / 8
Niva Bupa Health Insurance આ આરોગ્ય વીમા કંપની 16.24 ટકા બજાર હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 2023-24માં તેનું કુલ ડાયરેક્ટ પ્રીમિયમ રૂ. 5,499 કરોડ હતું. કંપનીએ ડિજિટલ સેવાઓ આપીને ગ્રાહકોને આકર્ષ્યા છે. સ્ટાર હેલ્થ પછી આઈપીઓ લોન્ચ કરનારી આ બીજી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની બનવા જઈ રહી છે.

7 / 8
Mobikwik કંપનીની સ્થાપના બિપિન પ્રીત સિંહ અને ઉપાસના ટાકુએ કરી હતી. તે QR, EDC મશીન અને મર્ચન્ટ કેશ એડવાન્સ જેવી સેવાઓ પૂરી પાડે છે. તેની પેટાકંપની Zaakpay ઈકોમર્સ કંપનીઓ માટે પેમેન્ટ ગેટવે સેવાઓ પૂરી પાડે છે.

8 / 8
Sagility India કંપની 2021માં બેંગલુરુમાં બની હતી. તે હેલ્થકેર કંપનીઓ માટે ક્લેમ મેનેજમેન્ટ, ક્લિનિકલ સેવાઓ અને રેવન્યુ સાયકલ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે.

Next Photo Gallery