
શહેરમાં આવેલ કાંકરિયા લેક ફ્રન્ટમાં સહેલાણીઓ માટે અનેક નવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. કાંકરિયા પુષ્પકુંજ સર્કલથી ગેટ નંબર 1 સુધી આવી કલરફુલ છત્રીઓ લગાવવામાં આવી છે. આશરે 80 થી 85 મીટર ની જગ્યામાં 800 થી 850 જેટલી અલગ અલગ રંગની છત્રીઓ લટકાવીને અમ્બ્રેલા સ્ટ્રીટ ઊભી કરવામાં આવી છે.

અમદાવાદના તેમજ શહેર બહારથી આવતા સહેલાણીઓ માટે આ એક સેલ્ફી પોઇન્ટ બની રહેશે. વીડિયો મેકિંગ અને ફોટોગ્રાફી માટે પણ આ સ્ટ્રીટ નો ઉપયોગ શહેરીજનો કરી શકશે. આ ઉપરાંત અહીં તમને સુંદર મજાના વોલ પેઇન્ટિંગ્સ અને રાત્રે કલર ફૂલ લાઇટિંગ્સ પણ જેવા મળશે.
Published On - 9:04 pm, Thu, 13 June 24