
રેસેપ તૈયપ એર્દોગનનો જન્મ 26 ફેબ્રુઆરી 1954 ના રોજ એક ગરીબ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં થયો હતો. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના પિતાનું નામ અહમેત એર્દોગન અને માતાનું નામ તેન્ઝીલ એર્દોગન છે.

રેસેપ તૈયપ એર્દોગના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ

જ્યારે એર્દોગન ઇસ્તંબુલમાં શાળાએ જતા હતા, ત્યારે તેમની ઉનાળાની રજાઓ મોટાભાગે ગુનેસુ, રાઇઝમાં વિતાવતા હતા, જ્યારે એર્દોગન 13 વર્ષના હતા ત્યારે પરિવાર ઇસ્તંબુલ પાછા ફર્યા હતા

રેસેપ તૈયપ એર્દોગન એક તુર્કીનો રાજનેતા છે. જે 2014થી તુર્કીનો રાષ્ટ્રપતિ છે. તે પહેલા 2003 થી 2014 સુધી તુર્કીના વડા પ્રધાન અને 1994 થી 1998 સુધી ઇસ્તંબુલના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે 2001માં જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી (AKP) ની સહ-સ્થાપના પણ કરી હતી.

રેસેપ તૈયપ એર્દોગનનો જન્મ 26 ફેબ્રુઆરી 1954ના રોજ ગુનેસુના રીઝમાં થયો હતો. 13 વર્ષની ઉંમરમાં પોતાના પરિવાર સાથે તે ઈસ્તાબુંલ ગયા હતા. જ્યાં તેમણે અકસરાય એકેડમી ઓફ ઈકોનોમિક એન્ડ કમર્શિયલ સાયન્સમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.

1994ની સ્થાનિક ચૂંટણીમાં તે પહેલી વખત મેયર માટે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમણે 1978માં લગ્ન કર્યા છે. રેસેપ તૈયપ એદોર્ગન 4 બાળકનો પિતા છે.

યુવાનીમાં, એર્દોગન સ્થાનિક ક્લબ, કેમિઆલ્ટિસપોર એફસીમાં ફૂટબોલ રમતા હતા. એર્દોઆને 4 જુલાઈ 1978ના રોજ એમીન ગુલબરન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો છે અહમેત બુરાક અને નેક્મેટીન બિલાલ, અને બે પુત્રીઓ, એસા અને સુમેયે.

રેસેપ તૈયપ એર્દોગનના પિતા, અહમેત એર્દોગનનું 1988માં અવસાન થયું હતું અને તેમની 88 વર્ષની માતા, તેન્ઝીલ એર્દોગનનું 2011માં અવસાન થયું હતું.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2001માં, એર્દોગને તેમના મિત્ર અબ્દુલ્લા ગુલ સાથે મળીને એક નવી પાર્ટી બનાવી, જેનું નામ 'જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી (AKP)' રાખવામાં આવ્યું.

. 2002માં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતી મળી અને એર્દોગન તુર્કીના 25મા વડા પ્રધાન બન્યા.

આ પછી, 2014 ની ચૂંટણીમાં, તેઓ દેશના 12મા રાષ્ટ્રપતિ બન્યા હતા.