
શિયાળામાં, આપણે ઘણીવાર રાત્રે જાગીએ છીએ, ક્યારેક તરસ લાગે છે, ક્યારેક ઠંડી લાગે છે, અને ક્યારેક શૌચાલય જવાની જરૂર પડે છે. આ બધા બહાના છે. જો તમારું શરીર અંદરથી ગરમ હોય અને તમે આરામ કરો અને ગાઢ ઊંઘ લો, તો અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે. સૂતા પહેલાનું આ પીણું પીવાથી શરદી, ખાંસી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે.

બેસનનો સુડકો બનાવવા માટે 1 ચમચી ઘી,2 ચમચી ચણાનો લોટ, 1/2 ચમચી હળદર,1/2 ચમચી સૂંઠનો પાઉડર,2-3 કાળા મરી, 2 કપ દૂધ, 1.5 ચમચી ગોળ પાવડર અને કાજુ, બદામ સહિત કેટલાક સૂકા મેવા અને કેસરની જરુર પડશે.

સુડકો બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં 1 ચમચી ઘી ધીમા તાપે ગરમ કરો. તેમાં કાળા મરી અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરો. લોટને બરાબર શેકી લો.

ત્યારબાદ તેમાં કાળા મરી ,1/2 ચમચી હળદર અને 1/2 ચમચી સૂંઠનો પાવડર ઉમેરો અને ફરીથી મિક્સ કરો. આ પછી, તમે તમારી પસંદગીના ડ્રાય ફ્રુટ ઉમેરી શકો છો.

હવે તેમાં દૂધ ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય તે માટે દૂધને 2-3 વખત ઉકાળો. દૂધ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં ગોળનો પાઉડર ઉમેરો.

આ તૈયાર થયેલા દૂધને તમે દરરોજ રાત્રે સેવન કરી શકો છો. આ દૂધ પીવાથી રાત્રે ઊંઘ સારી આવે છે.