
હવે ગાજર, બીટ, કાકડી, ડુંગળીને છીણી લો. ત્યારબાદ રવાના બેટરમાં એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં લીલા મરચાં-આદુંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો.

ત્યારબાદ રવાના બેટરમાં ઈનો ઉમેરો. સેન્ડવીચ મેકરમાં તેલ લગાડી બેટર મુકો ત્યારબાદ તેની ઉપર પનીર અને ચીઝ મુકી તેને ફરી એક વાર બેટરથી કવર કરી લો.

હવે સેન્ડવીચ બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દો. તમે આ સેન્ડવીચ લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.