
હવે એક વાસણમાં પાણી ઉમેરી લીંબુ નરમ ન થાય ત્યાં સુધી પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ એક પેનમાં રાઈ, મેથીદાણા, વરિયાળી ઉમેરી શેકી લો. ત્યારબાદ શેકેલી રાઈ, મેથીદાણા, વરિયાળીનો બારીક પાઉડર બનાવી લો.

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં હિંગ અને તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરો. હવે બાફેલા લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરો. જ્યારે લીંબુનું અથાણું ઠંડુ થાય ત્યારે તેને કન્ટેનરમાં સ્ટોક કરી ફ્રીજમાં મુકી રાખો.

તમે લીંબુનું ગળ્યું અથાણું પણ બનાવી શકો છો. તેમાં એક કપ લીંબુ હોય તો તેની સામે 2 કપ ખાંડ અથવા ગોળની જરુર પડે છે. તમે ઈચ્છો તો લીંબુની પેસ્ટ બનાવીને પણ અથાણું બનાવી શકો છો.