
જો તમે એક અઠવાડિયા માટે દિવાળીની રજાઓમાં જઈ રહ્યા છો તો છોડને દરરોજ પાણી પીવડાવવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો. એક પ્લાસ્ટિકની બોટલ લઈ તેના ઢાંકણામાં નાના નાના કાંણા બનાવી લો, આ બોટલને છોડની ઉપર લટકાવી દો. આમ કરવાથી બોટલમાંથી છોડમાં ધીમે ધીમે પાણી પહોંચશે.

છોડને વધુ એક એ પણ ધ્યાન રાખવું કે, તમે જ્યારે થોડા દિવસો માટે બહાર જઈ રહ્યા છો તો છોડમાં થોડું ખાતર નાંખી દેવું, તેમજ છોડમાં દવાઓનો પણ છંટકાવ કરી દેવો જેનાથી છોડ જીવાતથી બચી જશે.