
આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં નાખો, તેમાં રાજગીરાનો લોટ, છાશ, આદુ-લીલા મરચાની પેસ્ટ અને સિંધવ મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી દો અને આખી રાત આથો આવવા માટે બાજુ પર રાખો.

નોન-સ્ટીક તવો ગરમ કરો, તવા પર બેટરને રેડો અને તેને ગોળાકાર ફેલાવો જેથી તેનો આકાર ગોળ બને. કિનારીઓ પર થોડું તેલ લગાવો, ઢોસાની બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો

ત્યારબાદ ઢોસાની અંદર મગફળીની ચટણી લગાવો. તેના પર બટાકાનો મસાલો લગાવી તેને અડધા ભાગમાં ફોલ્ડ કરો. આ ઢોંસાને મગફળીની ચટણી સાથે સર્વ કરી શકો છો.