
બચેલી રોટલીમાંથી ચિપ્સ બનાવવા માટે સૌથી પહેલા રોટલીને ત્રિકોણ આકારમાં કાપી તેને પર મીઠું, મરચું અને ચાટ મસાલો છાંટીને બેક કરો અથવા ટોસ્ટ કરો. ક્રિસ્પી ચિપ્સ તૈયાર છે.

જો તમારા ઘરે પણ પનીર અથવા બટાકા સહિતનું શાક બનાવ્યું હોય અને વધ્યું હોય તો તેના પરાઠા બનાવી શકો છો. હવે લોટમાં શાક મેશ કરી પરોઠાનો લોટ બાંધી લો. ત્યારબાદ તેના પરોઠા બનાવી શકો છો.

બ્રેડ વધ્યા હોય તો તેના ટુકડા કરી લો. ત્યારબાદ તેને ડુંગળી, લીલા મરચાં, કઢી પત્તા અને મસાલા સાથે ફ્રાય કરો. તેના ઉપર લીંબુનો રસ રેડો. આ બ્રેડ ઉપમા, મિનિટોમાં તૈયાર થઈ જાય છે.
Published On - 11:42 am, Fri, 12 September 25