
કારકિર્દીની ટોચ પર હોવા છતાં બધું છોડી દીધું અને 2009 માં લંડનથી ભારત પરત ફરી અને પછી અહીં રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું. 2016માં વિધાનસભાની ચૂંટણી જીતી અને પછી 2019માં તે ભાજપના કલ્યાણ ચૌબેને 63 હજાર મતોથી હરાવીને પ્રથમ વખત લોકસભામાં પહોંચી હતી.

મહુઆ મોઇત્રા હંમેશા તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.રાજકારણમાં સૌ પ્રથમ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય હતી. ત્યારબાદ TMC પાર્ટીમાં જોડાય છે. કરોડોની નોકરી છોડી રાજકારણનો માર્ગ અપનાવ્યો હતો.

મહુઆ મોઇત્રાનો જન્મ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં દ્વિપેન્દ્ર લાલ મોઇત્રા અને મંજુ મોઇત્રાના ઘરે થયો છે અને તેની એક બહેન છે.મોઇત્રાએ ન્યુયોર્ક સિટી અને લંડનમાં જેપી મોર્ગન ચેઝ માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરી ચૂકી છે.

મહુઆ મોઇત્રા લગભગ 49 વર્ષની છે. મોઇત્રાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેના લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોસન સાથે થયા હતા. જોકે આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. મહુઆ હવે છૂટાછેડા લઈ ચૂકી છે અને દિલ્હીમાં રહે છે.

મોઇત્રાના લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયા હતા, જેની સાથે બાદમાં તેણે છૂટાછેડા લીધા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, એડવોકેટ જય અનંત દેહાદરાય સાથે લગભગ ત્રણ વર્ષ સુધી રિલેશશીપમાં મહુઆ હતી.
Published On - 4:19 pm, Fri, 8 December 23