ઓગસ્ટના પહેલા જ અઠવાડિયામાં ચમકી જશે 4 રાશિઓનું નસીબ, ‘ત્રિગ્રહી યોગ’ થી મળશે ‘અપરંપાર ધન’

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એક ખૂબ જ દુર્લભ અને શુભ ઘટના બનવા જઈ રહી છે. કર્ક રાશિમાં સૂર્ય, ગુરુ અને બુધ ગ્રહ એકસાથે આવવાથી શક્તિશાળી 'ત્રિગ્રહી યોગ' નું નિર્માણ થશે. આ ત્રિગ્રહી યુતિને કારણે કેટલીક રાશિના જાતકોના જીવનમાં સુવર્ણ દિવસોની શરૂઆત થશે.

| Updated on: Jul 26, 2026 | 8:04 PM
1 / 5
ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં કર્ક રાશિમાં 'ત્રિગ્રહી યોગ' બનશે. વર્તમાનમાં કર્ક રાશિમાં સૂર્ય અને ગુરુ ગ્રહ બિરાજમાન છે, જ્યારે 5 ઓગસ્ટે 'બુધ' પણ કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે. એવામાં સૂર્ય-ગુરુ-બુધની ત્રિગ્રહી યુતિ બનશે. આ યુતિ કે યોગ બનવાથી રાશિચક્રની કેટલીક રાશિઓને અત્યંત શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

2 / 5
મેષ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગનું બનવું સુખદ રહી શકે છે, કારણ કે તમારા ચોથા ભાવમાં આ યોગ બનશે; જેને સુખનો ભાવ કહેવામાં આવે છે. તમને સૂર્ય-બુધના પ્રભાવથી કરિયરના ક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરવાનો મોકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સારા બદલાવ તમને જોવા મળી શકે છે. રોકાણ કર્યું હતું તો સારું વળતર મળવાના યોગ છે. કેટલાક લોકો જમીન-મકાન કે વાહન ખરીદી શકે છે.

3 / 5
ત્રિગ્રહી યોગનું નિર્માણ કર્ક રાશિમાં થશે. આ યોગના કારણે તમારા જ્ઞાન અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. એવામાં જે લોકો લાંબા સમયથી રોજગારની શોધમાં હતા, તેમને મનપસંદ જગ્યાએ નોકરી મળવાની શક્યતા છે. ક્યાંક અટકેલા નાણાં પણ તમને પાછા મળી શકે છે. તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો કોઈ અનુભવીની સલાહ લઈને આગળ વધી શકો છો.

4 / 5
તુલા રાશિથી દસમા ભાવ એટલે કે કર્મના ભાવમાં ત્રિગ્રહી યોગ બનશે. તમને કરિયરના ક્ષેત્રમાં અત્યંત સાનુકૂળ બદલાવ જોવા મળી શકે છે. તમારા કામને સીનિયર્સની પ્રશંસા મળવાના પણ યોગ છે, કેટલાક લોકોને પદોન્નતિ (પ્રમોશન) પણ મળી શકે છે. વિદેશ જઈને નોકરી કરવાનો વિચાર કરી રહેલા લોકોની મનોકામના પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ મજબૂતી જોવા મળી શકે છે. કેટલાક લોકો ઉચ્ચ પદ મેળવી શકે છે.

5 / 5
મકર રાશિના લોકોને જીવનમાં પ્રગતિ કરવાની તકો પ્રાપ્ત થશે. તમારા સાતમા ભાવમાં બનેલો ત્રિગ્રહી યોગ તમને સમાજમાં ખ્યાતિ અપાવી શકે છે. આ રાશિના જે લોકો પબ્લિક ડીલિંગ કે પછી રાજકારણના ક્ષેત્રમાં છે, તેમને મનવાંછિત પરિણામો મળી શકે છે. ધન સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી પણ તમને મુક્તિ મળવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં સમજી-વિચારીને ધનનું રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને લાભ મળી શકે છે.

Follow Us