ફળવાળાની મીઠી વાતોમાં ન આવો, મીઠું અને રસદાર સફરજન ઓળખવાની 6 ટ્રિક જાણો !

શું તમે મીઠાં અને રસદાર સફરજન ઓળખવાની રીત જાણો છો? ફળવાળાની મીઠી વાતોમાં આવ્યા વગર બજારમાંથી રસદાર સફરજન પોતાની નજરે ઓળખી શકો છો. તેના માટે કેટલીક સરળ ટિપ્સ જાણવી જરૂરી છે.

| Updated on: Nov 09, 2026 | 7:56 AM
1 / 9
સ્વસ્થ રહેવા માટે દરરોજ સફરજન ખાવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. પરંતુ બજારમાં લાલ રંગના સફરજનની લાઇનમાંથી યોગ્ય અને મીઠું ફળ પસંદ કરવું ક્યારેક મુશ્કેલ બની શકે છે. જોકે કેટલાક સરળ ઉપાય અને બાબતોનું ધ્યાન રાખશો તો સફરજન ખરીદતી વખતે ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જશે. (Image Source | iStock)

2 / 9
સફરજન ખરીદતા પહેલાં તેને હાથમાં લઈને હળવેથી દબાવીને જુઓ. જો સફરજન સ્પર્શ કરતાં કડક અને મજબૂત લાગે તો તે તાજું હોઈ શકે છે. જ્યારે ખૂબ નરમ અથવા દબાઈ જાય એવું સફરજન ખરીદવાનું ટાળવું જોઈએ. (Image Source | iStock)

3 / 9
ફળની ગુણવત્તા તેની છાલ પરથી પણ જાણી શકાય છે. સામાન્ય રીતે સરળ, ચમકદાર અને સ્વચ્છ છાલવાળું સફરજન પસંદ કરવું સારું. જો છાલ પર ડાઘ, કાળા નિશાન અથવા વધારે નુકસાન દેખાય તો સફરજન ખરીદવાનું ટાળવું જોઈએ. (Image Source | iStock)

4 / 9
સફરજનનો રંગ, તેની પરિપક્વતા અને સ્વાદ વિશે કેટલીક માહિતી આપી શકે છે. ચમકદાર લાલ રંગનું સફરજન વધુ પાકેલું હોઈ શકે છે. જોકે સફરજનના પણ અલગ-અલગ પ્રકાર અને રંગ હોય છે તેથી તે પ્રમાણે મીઠાશ નક્કી કરવી નહીં. (Image Source | iStock)

5 / 9
સફરજન હાથમાં લઈને તેનું વજન અનુભવો. તેના કદની સરખામણીમાં થોડું ભારે લાગે તો તેમાં પાણીનું પ્રમાણ સારું હોઈ શકે છે અને તે રસદાર હોઈ શકે છે. (Image Source | iStock)

6 / 9
સફરજનની નાની દાંડી પણ તેની તાજગી વિશે સંકેત આપી શકે છે. તાજા સફરજનની દાંડી સામાન્ય રીતે વધુ સૂકી અને ભૂરા રંગની દેખાતી નથી. જો દાંડી ખૂબ જ સૂકાઈ ગઈ હોય અને ભૂરા રંગની થઈ ગઈ હોય, તો સફરજન જૂનું હોવાની શક્યતા રહે છે.

7 / 9
સફરજનની સુગંધ પણ તેની પરિપક્વતા વિશે સંકેત આપે છે. દાંડીની નજીકથી હળવી મીઠી અને તાજી સુગંધ આવે તો ફળ પાકેલું હોઈ શકે છે. જો કોઈ ખાસ સુગંધ ન આવે તો તે ઓછું પાકેલું હોઈ શકે છે. (Image Source | iStock)

8 / 9
હાલ બજારમાં સફરજનના ઘણા પ્રકાર ઉપલબ્ધ હોય છે. તેથી અલગ-અલગ પ્રકારના સફરજન અજમાવીને તમારા પરિવારને કઈ પ્રકારનો સ્વાદ વધુ પસંદ છે તે જાણી શકાય છે. એકવાર તમારી મનપસંદ જાત ઓળખી લો, ત્યારબાદ સફરજન ખરીદતી વખતે પસંદગી કરવી વધુ સરળ બની જશે. (Image Source | iStock)

9 / 9
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.