બજેટ અને શેરબજારનો ખતરનાક સંબંધ! આ વખતે માર્કેટ રોકેટની જેમ ઉડશે કે પછી ડૂબશે? છેલ્લા 10 વર્ષના આંકડા ચોંકાવી દેશે

દર વર્ષે બજેટના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. આ દિવસ ક્યારેક રોકાણકારો માટે નફાની ભેટ લઈને આવે છે, તો ક્યારેક નિરાશાજનક સાબિત થાય છે.

| Updated on: Jan 31, 2026 | 8:06 PM
1 / 16
છેલ્લા 10 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, બજેટના દિવસે બજારનું વલણ મિશ્ર જ રહ્યું છે. આ બધું નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતો અને માર્કેટના સેન્ટિમેન્ટ (વલણ) પર નિર્ભર કરે છે. કેન્દ્રીય બજેટ 2026 (Budget 2026) નાણાકીય વર્ષ 2026-27 માટે રવિવાર, 1 ફેબ્રુઆરી ના રોજ રજૂ થવાનું છે અને તે દિવસે શેરબજાર ખુલ્લું છે.

2 / 16
રોકાણકારો હવે બજેટની જાહેરાતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે બજેટના દિવસે માર્કેટમાં ખૂબ જ વધારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. જો કે, હવે 'રોકાણકારો' બજેટના પ્રસ્તાવો તેમની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે, તેના આધારે પોઝિટિવ અથવા નેગેટિવ પ્રતિક્રિયા આપે છે.

3 / 16
વર્ષ 2025માં, બજેટ રજૂ થયા પછી શેરબજારમાં કોઈ ખાસ હલચલ જોવા મળી નહોતી. મળતી માહિતી મુજબ, સેન્સેક્સ 77,505.96 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 23,500 ની નીચે સરકી ગયો હતો. બજેટ પછી બજારમાં ઘટાડો નોંધાયો હતો.

4 / 16
વર્ષ 2024માં, જ્યારે નાણામંત્રીએ કેપિટલ ગેઈન ટેક્સ (Capital Gain Tax) નો ઉલ્લેખ કર્યો, ત્યારે તરત જ બજારમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ હતી. સેન્સેક્સમાં અંદાજે 1200 પોઈન્ટનો કડાકો બોલાયો હતો, જ્યારે નિફ્ટી પણ 400 પોઈન્ટથી વધુ નીચે આવી ગયો હતો. જો કે, દિવસના અંતે બજારમાં થોડી રિકવરી જોવા મળી હતી પરંતુ બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં (ઘટાડા સાથે) બંધ થયા હતા.

5 / 16
વર્ષ 2023માં બજેટના દિવસે શેરબજારની શરૂઆત મજબૂત રહી હતી. સેન્સેક્સ એક સમયે 1200 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો પરંતુ અંતમાં આ તેજી ટકી શકી નહીં અને બધી જ વૃદ્ધિ ધોવાઈ ગઈ હતી. દિવસના અંતે સેન્સેક્સ નજીવા વધારા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.

6 / 16
વર્ષ 2022માં બજેટના દિવસે શેરબજારનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. સેન્સેક્સમાં અંદાજે 848 પોઈન્ટનો વધારો થયો હતો અને નિફ્ટીમાં પણ 237 પોઈન્ટની તેજી જોવા મળી હતી. આ દિવસે ફાર્મા, FMCG, મેટલ, IT અને રિયલ્ટી જેવા સેક્ટરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો.

7 / 16
વર્ષ 2021માં બજેટનો દિવસ શેરબજાર માટે સૌથી શાનદાર રહ્યો હતો. સેન્સેક્સ અંદાજે 2300 પોઈન્ટ (5%) ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 647 પોઈન્ટનો વધારો થયો હતો. આ દિવસ રોકાણકારો માટે ખૂબ જ ખુશીનો સાબિત થયો હતો.

8 / 16
વર્ષ 2020માં બજેટના દિવસે બજારને સૌથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. સેન્સેક્સમાં અંદાજે 988 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. નવા ટેક્સ સ્લેબ અને ડિવિડન્ડ ટેક્સમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે બજારમાં આ મોટો કડાકો જોવા મળ્યો હતો.

9 / 16
વર્ષ 2019માં બે બજેટ રજૂ કરવામાં આવ્યા હતા. તત્કાલીન કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યા વિના અંતરિમ બજેટ રજૂ કર્યું હતું અને ઓછી આવક ધરાવતા ટેક્સપેયર્સ તથા ખેડૂતોને કેટલાક ટેક્સ ફાયદાઓ આપ્યા હતા. બજારે આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. સેન્સેક્સ 212 પોઈન્ટ વધીને 36,469.43 પર પહોંચ્યો હતો અને નિફ્ટી 50 62.7 પોઈન્ટ વધીને 10,893.65 પર બંધ થયો હતો.

10 / 16
ત્યારબાદ, 5 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું, જેમાં અંતરિમ બજેટની મુખ્ય જાહેરાતો યથાવત રાખવામાં આવી હતી. બજાર શરૂઆતમાં 980 પોઈન્ટ નીચે ખુલ્યું હતું પરંતુ બાદમાં થોડું રિકવર થયું હતું. તેમ છતાંય, દિવસના અંતે સેન્સેક્સ 0.99% ના ઘટાડા સાથે 394.67 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો અને નિફ્ટી 50 માં પણ 153.60 પોઈન્ટ નો ઘટાડો જોવા મળ્યો હતો.

11 / 16
વર્ષ 2018માં માર્કેટ એલર્ટ મોડ પર હતું. આ નાણામંત્રી અરુણ જેટલીનું છેલ્લું બજેટ હતું, જેમાં MSMEs, રોજગાર નિર્માણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. બજારે ખૂબ જ સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી હતી. સેન્સેક્સ 0.16% ઘટીને 58.36 પોઈન્ટ નીચે 35,906 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 0.1% (10.8 પોઈન્ટ) ઘટીને 11,016 પર આવી ગયો હતો.

12 / 16
કેન્દ્રીય બજેટ વર્ષ 2018-2019માં લોન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ (LTCG) લાગુ કરવા, વધુ આવક ધરાવતા લોકો પર ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ વધારવા, ઓપ્શન્સ પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અને રૂ. 10 લાખથી વધુના ડિવિડન્ડ પર 'ડિવિડન્ડ ટેક્સ' વધારવાના પ્રસ્તાવોને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. સરકારે નાણાકીય ખાધ (Fiscal Deficit) જીડીપીના 3.3% નક્કી કરી હતી.

13 / 16
વર્ષ 2017માં રોકાણકારો ગદગદ થયા હતા. આ વર્ષે બજેટ રજૂ કરવાની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી, 2017 કરવામાં આવી હતી અને અલગથી રજૂ થતા રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું હતું. નાણામંત્રી અરુણ જેટલીએ મધ્યમ વર્ગના કરદાતાઓ (ટેક્સપેયર્સ) માટે રાહત અને 3% ના સૂચિત નાણાકીય ખાધની જાહેરાત કરી હતી, જેના કારણે બજારમાં સકારાત્મક દેખાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 485.68 પોઈન્ટ વધીને 28,141.64 પર બંધ થયો હતો, જે વર્ષ 2010 પછી બજેટના દિવસે જોવા મળેલો સૌથી મોટો ઉછાળો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 155.10 પોઈન્ટ વધીને 8,716.40 પર પહોંચ્યો હતો.

14 / 16
વર્ષ 2016માં માર્કેટમાં નબળો કારોબાર જોવા મળ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતું બજેટ રજૂ કર્યું હતું, જેમાં આગામી 5 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની યોજના હતી. શેરબજારે આ યોજનાઓ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી નહોતી. સેન્સેક્સ 0.66% (152 પોઈન્ટ) ઘટીને 23,000 ની સપાટીથી થોડો ઉપર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 0.61% (42.70 પોઈન્ટ) ઘટીને 6,987 પર બંધ થયો હતો.

15 / 16
સર્વિસ ટેક્સમાં કોઈ વધારો નહીં, કેપિટલ ગેઈન્સ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં, ઓપ્શન્સ પર STTમાં વધારો અને PSU બેંકોના રી-કેપિટલાઇઝેશન ફંડ જેવી જાહેરાતોથી પણ બજાર ઉત્સાહિત થયું નહોતું, જેના કારણે માર્કેટમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું.

16 / 16
બજેટના દિવસે શેરબજારમાં ઉથલપાથલનું મુખ્ય કારણ રોકાણકારોની સાવચેતી અને બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો પર તેમની પ્રતિક્રિયા હોય છે. બજેટના દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે પરંતુ ત્યારપછીના અઠવાડિયામાં બજારને એક ચોક્કસ દિશા મળે છે. સામાન્ય રીતે, બજેટ પછી બજારમાં ટૂંકાગાળાની અસ્થિરતા (Short-term Volatility) દેખાય છે પરંતુ સરકાર દ્વારા તમામ જાહેરાતો પર સ્પષ્ટતા આવ્યા પછી ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઈ જાય છે.