Business Idea: ઘરેથી શરૂ કરો ધંધો ! ગ્રાહકોની લાઇન લાગશે અને મહિનાની કમાણી જ ₹35,000

ગુજરાતી ઘરોમાં પાપડ અને નમકીન માત્ર નાસ્તો નહીં પણ સંસ્કૃતિનો એક ભાગ છે. ગુજરાતીઓ દરેક સિઝનમાં પાપડ અને નમકીન જેવો નાસ્તો બજારમાંથી ખરીદે છે. એવામાં ચાલો જાણીએ, પાપડ અને નમકીનનો બિઝનેસ ઘરેથી કેમનો શરૂ કરવો...

| Updated on: Aug 01, 2025 | 1:05 PM
4 / 10
દસ્તાવેજોની વાત કરીએ તો, શરૂઆતમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને એડ્રેસ પુરાવો જેવા સામાન્ય દસ્તાવેજોની જરૂર પડે છે. જો તમે આ બિઝનેસને મોટાપાયે લઈ જવા માંગો છો, તો FSSAI લાઇસન્સ અને MSME/Udyam રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

5 / 10
પાપડ બનાવવાની રીત બહુ સરળ છે. અડદની દાળનો લોટ તૈયાર કરો. હવે તેમાં મીઠું, મરચું અને હિંગ જેવી સામગ્રી ઉમેરો. ત્યારબાદ થોડું પાણી ઉમેરી સરસ લોટ બાંધો અને તેની નાની નાની ગોળીઓ બનાવીને પાતળા પાપડ વણી લો. આ પાપડ તડકામાં 2-3 દિવસ માટે સુકવવા મૂકો. એકવાર પાપડ સારી રીતે સુકાઈ જાય પછી પેકિંગ કરી તેને વેચાણ માટે તૈયાર કરો.

6 / 10
વધુમાં નમકીન બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. સૌપ્રથમ બેસનમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ અને થોડું ગરમ તેલ ઉમેરો. આ બધું સારી રીતે મિક્સ કરી પાણી ઉમેરીને નરમ લોટ તૈયાર કરો. ત્યારબાદ આ લોટને નમકીન મશીનમાં ભરી, પસંદગીની જાળી લગાવી મધ્યમ તાપે ગરમ કરેલા તેલમાં તળવા લાગો. હવે સેવ કે ભુજિયા તળી તેને ઠંડા કરવા મૂકી દો. ઠંડા થયા પછી પેકિંગ કરી તેને વેચાણ માટે તૈયાર કરો. નમકીન બનાવવાના વિડીયો યૂટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર  જોઈને પણ સરળતાથી શીખી શકાય છે.

7 / 10
આ બિઝનેસ શરૂ કરવા માટે પહેલાં ઘરેથી નમૂના બનાવી પરીચિતો, પડોશીઓ અને મિત્રોને આપવાનું શરૂ કરો. WhatsApp ગ્રુપ, Instagram પેજ, અને લોકલ સ્ટોરો ઉપર નમૂનાઓ પહોંચાડો. તમે “હોમમેડ અને હેલ્ધી” ને USP તરીકે બતાવી શકો છો.

8 / 10
ત્યારબાદ ફૂડ ડિલિવરી એપ્સ, કિરાણાની દુકાનો અને લોકલ માર્કેટમાં સપ્લાય શરૂ કરો. પ્રોડક્ટ્સ માટે બ્રાન્ડ નામ અને લોગો બનાવો. Canva કે Photoshop માં સરળ પેકેજિંગ ડિઝાઇન બનાવી શકાય છે. Visiting cards અને WhatsApp catalouge દ્વારા પણ ગ્રાહકોને ટાર્ગેટ કરી શકાય છે.

9 / 10
આ રીતે તમે ઓછી મહેનત અને ઓછી મૂડીમાં એક બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં ફેસ્ટિવલ ટાઈમે ઑર્ડર પણ વધી જાય છે, જેને તમે seasonal gift pack તરીકે પણ વેચી શકો છો.

10 / 10
પાપડ અને નમકીન બનાવવાનો ઘરેલું બિઝનેસ એક બહુ સારી આવક આપતો અને ઝડપી ગતિથી વધતો બિઝનેસ છે.

Published On - 8:11 pm, Tue, 29 July 25