
માઉન્ટ આબુ તમે ફ્લાઈટ, ટ્રેન અને બસ મારફતે પણ પહોંચી શકો છો. ફ્લાઈટની સાપેક્ષમાં ટ્રેન અને બસમાં તમને ભાડુ સસ્તુ પડી શકે છે. જો તમે 5 દિવસ માટે માઉન્ટ આબુ ફરવા જાવ છો તો તમે પ્રથમ દિવસે નક્કી લેક, સનસેટ પોઈન્ટની મુલાકાત લઈ શકો છો. જ્યારે બીજા દિવસે દેલવાડાના દેરા અને ગુરુ શિખરની મુલાકાત લઈ શકો છો. ત્રીજા દિવસે Achalgarh Fort અને Peace Parkની મુલાકાત લઈ શકો છો. જ્યારે ચોથા દિવસે Mount Abu Wildlife Sanctuary અને પાંચમા દિવસે Raghunath Templeમાં દર્શન કરી ઘરે પાછા ફરી શકો છો.

માઉન્ટ આબુમાં ફરવા જાવ છો તો પ્રથમ દિવસે તમે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી નક્કી લેકમાં બોટ રાઈડની મજામાણી શકો છો. જ્યારે સનસેટ પોઈન્ટ જોવા માટેનો સમય સાંજે 4 વાગ્યાથી 6.30 સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. જ્યારે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે દેલવાડાના દેરા, ગુરુ શિખર,Achalgarh Fort, Peace Park, Mount Abu Wildlife Sanctuary , Toad Rock,Brahma Kumaris HQ સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. જ્યારે છઠ્ઠા દિવસે માઉન્ટ આબુના સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો. તેમજ સાતમાં દિવસે તમે Maharaja's Palaceની મુલાકાત લઈ અમદાવાદ પરત આવી શકો છો.
Published On - 1:22 pm, Thu, 19 December 24