
આ ઉપરાંત તમે લાખોટા પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. સૂર્યાસ્તના સમયે લાખોટા પેલેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પેલેસ લાઈટથી શણગારેલો હોવાથી ખૂબ જ અદભુત નજારો જોવા મળશે.

જામનગરમાં 1907 અને 1915 ની વચ્ચે જામ રણજીત સિંહ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો, જે આજે રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ મહેલનું સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષે છે. તમે આ મહેલની સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.