ખર્ચના વિવરણની વાત કરવામાં આવે ₹50,000 ના બજેટમાં મુસાફરી ખર્ચ (ફ્લાઇટ અને વિઝા) ની વાત કરવામાં આવે તો, ફ્લાઈટ્સ (દક્ષિણ ભારતથી): ₹15,000 - ₹20,000 (રાઉન્ડ ટ્રિપ) ખર્ચ થાય. બેંગલુરુ, ચેન્નાઈ અથવા કોચીની ફ્લાઈટ્સ સૌથી સસ્તી પડે છે. વિઝાની વાત કરવામાં આવે આવે તો ₹3,000 ઓનલાઈન ETA વિઝા મળે છે. રહેવાનો ખર્ચ ગેસ્ટહાઉસમાં ₹1,500 - ₹2,000 પ્રતિ રાત્રિનો થશે. એટલે તમારે 3 રાત્રિનો ખર્ચ ₹4,500 - ₹6,000 જેટલો થશે. ફૂડ અને લોકલ ટ્રાન્સપોર્ટનો ખર્ચ જોઈએ તો, ફૂડ: ₹500 - ₹1,000 પ્રતિ દિવસ (લોકલ સ્ટ્રીટ ફૂડ). 3 દિવસ માટે કિંમત: ₹1,500 - ₹3,000 જેટલી થશે.