Travel With Tv9 : શિમલામાં કરો સોલો ટ્રાવેલ,આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, જુઓ ફોટા
ભારતમાં અનેક પ્રવાસી સ્થળો વિદેશના પર્યટન સ્થળોને પણ ટક્કર આપતા આવેલા છે. પરંતુ કેટલાક લોકો તેનાથી અવગત છે. તો કેટલાક લોકોને તે સ્થળ વિશેની અપૂરતી જાણકારી હોવાના કારણે સુંદર સ્થળોની મુલાકાત લેતા નથી. તો આજે આપણે જાણીશું કે અમદાવાદથી શિમલા ઓછા ખર્ચમાં કેવી રીતે જઈ શકો છો.
1 / 5
હિમાચલમાં આવેલુ શિમલા ભારતવાસીઓનું ફરવા માટેનું ફેવરેટ સ્થળ છે. અહીં લોકો દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે. ખાણીપીણી અને ખરીદીના શોખીન લોકો માટે આ એક સારી જગ્યા છે. મોલ રોડ કાફે, રેસ્ટોરન્ટ, શોરૂમ અને સ્થાનિક દુકાનોથી ભરેલો છે. તમને વિશિષ્ટ હસ્તકલા, ઝવેરાત અને અન્ય લોકલ વસ્તુઓ પણ મળી શકે છે.
2 / 5
શિમલામાં કેટલીક ખૂબ સુરત જગ્યાઓ આવેલી છે. જ્યાં કેટલીક ફિલ્મના શુટિંગ પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને લોકો શિમલામાં ક્રિસમસની રજાઓ માણવા માટે આવતા હોય છે. પરંતુ પ્રવાસ દરમિયાન અહીં કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવુ પડે છે.
3 / 5
હિમાચલના શિમલામાં ફરવા માટે જવા ઈચ્છો છો તો તમે ફ્લાઈટ અને ટ્રેન અથવા તો બસ મારફતે પણ જઈ શકો છો. તમે ચંદીગઢ ફ્લાઈટ દ્વારા પહોંચી ટેક્સી મારફતે શિમલા પહોંચી શકો છો. ત્યારબાદ મોલ રોડની મુલાકાત લઈ સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો. જ્યારે બીજા દિવસે કુફરી અને જાખો મંદિરની મુલાકાત લઈ શકો છો. તેમજ શિમલા સ્ટેટ મ્યુઝિયમ અને સમર હિલને પણ નીહાળી શકો છો.
4 / 5
તમે શિમલામાં 5 દિવસ સોલો ટ્રાવેલ કરવા માગતા હોવ તો તમારે આશરે કુલ ખર્ચ 18 થી 20 હજારનો થશે. તમે અમદાવાથી ચંદીગઢ સુધી ફ્લાઈટમાં પહોંચી શકો છો. ત્યાંથી શિમલા સુધી ટેક્સી કરીને જશો તો આશરે 2500 થી 2500 રુપિયા ખર્ચ થશે. તેમજ રહેઠાણ માટે આશરે 1000 રુપિયા જેટલી રકમ પ્રતિદિન થઈ શકે છે.
5 / 5
અમદાવાદથી 7 દિવસના પ્રવાસે શિમલા જતા હોવ તો આશરે 28 હજાર જેટલો ખર્ચ થઈ શકે છે. તમે ચંદીગઢથી શિમલા સુધી ટેક્સી મારફતે પહોંચી શકશો. ત્યાં તમે પ્રતિદિન રોકાણના 1500 જેટલો ખર્ચ થઈ શકે છે. તેમજ ભોજનનો ખર્ચ 1000 રુપિયા જેટલો થઈ શકે છે. આ ઉપરાંત સ્થાનિક પર્યટન સ્થળની મુલાકાતની એન્ટ્રી ફી 2000ની આસપાસ થઈ શકે છે.