Gujarati News Photo gallery Travel with tv9 plan 3 days itinerary for Cambodia to explore ancient temples and breath taking places
Travel With Tv9 : 3 દિવસના મીની વેકેશનમાં ફરી શકો છો આ દેશ, ધાર્મિક સ્થળથી લઈને સીનસાઈટનો છે અદભુત નજારો, જુઓ તસવીરો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.
1 / 7
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
2 / 7
આફ્રિકન દેશ કંબોડિયાની મુલાકાત લઈ શકો છો. કંબોડિયાને તેની પરંપરા માટે જાણવામાં આવે છે. કંબોડિયામાં તમે કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો. મોટાભાગના ભારતીય લોકો કંબોડિયાની મુલાકાત લેવા જતા હોય છે.
3 / 7
કંબોડિયામાં ઘણા પ્રાચીન ભારતીય મંદિરો આવેલા છે. આમાં અંગકોર વાટ સૌથી અગ્રણી છે. અંગકોર વાટ મંદિર પરિસરમાં આશરે 45 થી વધુ મંદિર આવેલા છે. એટલું જ નહીં મંદિરની વિશાળ દીવાલો પર રામાયણ અને મહાભારત સાથે જોડાયેલા સંદર્ભો લખેલા છે.
4 / 7
અમદાવાદથી 3 દિવસ માટે કંબોડિયા ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો તમે આ બજેટ ફ્રેન્ડલી પ્લાનનો અપનાવી શકો છો. પ્રથમ દિવસે તમે રોયલ પેલેસ અને સિલ્વર પેગોડાની મુલાકાત લઈ શકો છો. તેમજ કંબોડિયામાં આવેલા નેશનલ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. સિસોવાથ ક્વે ખાતે સૂર્યાસ્તનો નજારો જોઈ શકો છો. તેમજ બીજા અને ત્રીજા દિવસે વાટ ફ્નોમ ટેમ્પલ અને અંગકોર વાટની મુલાકાત લઈ શકો છો. તેમજ ઉપર દર્શાવેલા તમામ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
5 / 7
તમે 5 દિવસ માટે કંબોડિયા ફરવાનો પ્લાન કરી રહ્યાં છો તો તમે કિલિંગ ફીલ્ડ્સ અને તુઓલ સ્લેંગ નરસંહાર મ્યુઝિયમ, ચોયુંગ એક મેમોરિયલ સ્તૂપ, અંગકોર વાટ, બાંટેય શ્રી મંદિર સહિતના સ્થળોની ઓછા ખર્ચે મુલાકાત લઈ શકો છો.
6 / 7
કંબોડિયામાં 7 દિવસના પ્રવાસે જશો તો આશરે 17 જેટલા પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે ઉપર દર્શાવેલા પ્લાન અનુસાર આગામી 5 દિવસનો ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો. જ્યારે છઠ્ઠા દિવસે તમે ટોનલે સેપ લેકની મુલાકાત લઈ શકો છો. તેમજ સિલ્ક ફાર્મ અને આર્ટીસન વર્કશોપની મુલાકાત લઈ શકો છો. જ્યારે તમે સાતમાં દિવસે અમદાવાદ પરત ફરી શકો છો.
7 / 7
અમદાવાદથી કંબોડિયા તમે 7 દિવસના પ્રવાસે જઈ રહ્યાં છો તો આશરે 35000 થી 55000 જેટલો ખર્ચ થઈ શકે છે. જ્યારે રહેવાનો ખર્ચ 15000ની આસપાસ થઈ શકે છે. તેમજ જમવાનો અને અન્ય પ્રવૃત્તિનો ખર્ચ 18000 જેટલો થઈ શકો છો. આ તમામ ખર્ચ માત્ર એક અનુમાન પ્રમાણે દર્શાવવામાં આવેલો છે આ ખર્ચમાં વધ - ઘટ થઈ શકે છે.