
મલેશિયા 5 દિવસ માટે ફરવા જવા ઈચ્છો તો તમારે આશરે ખર્ચ 73000 હજાર જેટલો થઈ શકે છે. જેમાં ખાવા-પીવા, મુસાફરી અને રહેવાનો ખર્ચ સમાવેશ થાય છે. તમે અગાઉના પ્લાન અનુસાર જ તમે 3 દિવસનો પ્રવાસ કરી શકો છો. જ્યારે ચોથા દિવસે Merdeka Square અને ઈસ્લામિક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. પાંચમાં દિવસે Bukit Bintang માર્કેટમાં શોપિંગ કરી અમદાવાદ આવી શકો છો.

અમદાવાદથી મલેશિયા 7 દિવસ માટે ફરવા જવાનું વિચારતા હોય તો તેનો ખર્ચ આશરે 95 હજાર જેટલો રહેશે. તમે પાંચ દિવસનો પ્રવાસ ઉપર દર્શાવ્યા અનુસાર કરી શકો છો. જ્યારે છઠ્ઠા દિવસે Pantai Cenang Beach, Cameron Highlands Tea Plantationની મુલાકાત લઈ શકો છો. તેમજ સાતમાં દિવસે અમદાવાદ પરત ફરી શકો છો.