Travel With Tv9 : વિયેતનામના આ પર્યટન સ્થળો પર વિતાવો ખૂબસુરત પલ, જાણો કેટલો થશે ખર્ચ, જુઓ તસવીરો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.
1 / 5
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિયેતનામનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે વિયેતનામ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
2 / 5
ક્રિસમસના વેકેશનમાં મોટા ભાગના લોકોને વિદેશ ફરવા જવાનું મન થતુ હોય છે. પરંતુ ખર્ચ વધારે થતો હોવાના કારણે જઈ શકતા નથી. તો વિયેતનામમાં કેવી રીતે ટુર કરવાથી ઓછા સમય અને ઓછા ખર્ચમાં વધુ સ્થળની મુલાકાત લઈ શકો છો. તે અંગે માહિતી આપીશું.
3 / 5
અમદાવાદથી વિયેતનામ જવા માટે તમે ફ્લાઈટનો ઉપયોગ કરી શકો છો. ત્યાં પહોંચી તમે હોટલમાં થોડોક સમય આરામ કરો ત્યારબાદ તમે Reunification Palaceની મુલાકાત લઈ શકો છો. તેમજ Historical site, former presidential palaceની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત Museum about Vietnam War Museumની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે Evening at Ben Thanh Marketમાં શોપિંગ કરી શકો છો. બીજા દિવસે તમે Cu Chi Tunnelsની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત Notre-Dame Cathedral Basilica of Saigon નિહાળી શકો છો. તેમજ Saigon Opera Houseની પણ મુલાકાત લઈ શકો છો. આની સાથે જ તમે Saigon Skydeck જઈને શહેરનો Rooftop viewનો નજારો માણી શકો છો.
4 / 5
વિયેતનામના Ho Chi Minh શહેરમાં પહોંચી તમે Reunification Palaceની મુલાકાત સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લઈ શકો છો. તેમજ વિયેચનામના વોર મ્યુઝિયમ પણ જોવા જઈ શકો છો. આ બાદ Ben Thanh Marketમાં શોપિંગ કરી શકો છો. બીજા દિવસે તમે Cu Chi Tunnelsને એક્સપ્લોર કરી શકો છો. આ બાદ Saigon Notre-Dame Basilicaની મુલાકાત લીધા બાદ તમે ફ્લાઈટ દ્વારા Hanoi જઈ શકો છો. ત્રીજા દિવસે તમે Hoan Kiem Lake & Ngoc Son Templeમાં દર્શન કરી શકો છો.ત્યારબાદ, Old Quarter Walking Tourની મજામાણી શકો છો. Hanoi Opera Houseની મુલાકાત લેવી જોઈએ. પ્રવાસના ચોથા દિવસે તમે Temple of Literatureમાં જઈ શકો છો. તેમજ Hoa Lo Prison Museum અને West Lakeના વ્યુની મજામાણી શકો છો. પાંચમાં દિવસે તમે ફ્લાઈટ દ્વારા અમદાવાદ પરત ફરી શકો છો.
5 / 5
Ho Chi Minh શહેરમાં પહોંચી તમે Reunification Palaceની મુલાકાત સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લઈ શકો છો. તેમજ વિયેચનામના વોર મ્યુઝિયમ પણ જોવા જઈ શકો છો. આ બાદ Ben Thanh Marketમાં શોપિંગ કરી શકો છો. બીજા દિવસે તમે Cu Chi Tunnelsને 7:00 AM - 5:00 PM સુધીના સમયગાળા વચ્ચે એક્સપ્લોર કરી શકો છો. આ બાદ Saigon Notre-Dame Basilicaની મુલાકાત લીધા બાદ તમે ફ્લાઈટ દ્વારા Hanoi જઈ શકો છો. ત્રીજા દિવસે તમે Hoan Kiem Lake & Ngoc Son Templeમાં દર્શન કરી શકો છો.ત્યારબાદ, Old Quarter Walking Tourની મજામાણી શકો છો. Hanoi Opera Houseની મુલાકાત લેવી જોઈએ. પ્રવાસના ચોથા દિવસે તમે Temple of Literatureમાં જઈ શકો છો. તેમજ Hoa Lo Prison Museum અને West Lakeના વ્યુની મજામાણી શકો છો.તમે પાંચમાં દિવસે Ha Long Bay Cruiseની મુલાકાત 7:30 AM - 5:00 PM સુધીમાં લઈ શકો છો. Visit Sung Sot Cave સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો. છઠ્ઠા દિવસે તમે Vietnam Museum of Ethnology અને Explore Hanoi’s cafesની મજામાણી શકે છે. આ ઉપરાંત તમે સાતમાં દિવસે ફ્લાઈટ દ્વારા અમદાવાદ પરત ફરી શકો છો.
Published On - 3:00 pm, Sat, 14 December 24