
ફ્લાઈટ અને ટ્રેનની મદદથી તમે ભૂજ સુધી પહોંચી તમે આરામ કરી શકો છો.Day-2 બીજા દિવસે ભુજ અને આસપાસના વિસ્તારોની મુલાકાત લઈ શકો છો. જેમાં ભુજોડી ગામમાં પરંપરાગત વણાટ, ભરતકામ અને હસ્તકલાની મુલાકાત લઈ શકો છો. તેમજ કચ્છ મ્યુઝિયમ અને આયના મહેલને પણ નીહાળી શકો છો. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. Day-3 ભુજથી રણોત્સવમાં જઈ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા, હસ્તકલાની ખરીદી કરવા અને સફેદ રણ અવનવા નજારા જોઈને દિવસ પસાર કરી શકો છો. Day-4 ચોથા દિવસે તમે સ્થાનિક હોડકા ગામમાં કારીગરો સાથે સંવાદ કરી અનેક માહિતી જાણી શકો છો. તેમજ કાળા ડુંગરને પણ જોઈ શકો છો. Day-5 પાંચમાં દિવસે તમે સૂર્યોદય માટે વ્હાઇટ રણની વહેલી સવારે મુલાકાત લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ શકો છો.

ભુજ પહોંચી તમે એક દિવસ આરામ કરી શકો છો. ત્યારબાદ બીજા દિવસે આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ, ભુજોડી, શ્રી સ્વામિનારાયણ મંદિર અને માંડવી બીચની મુલાકાત લઈ શકો છો. Day-3 ત્રીજા દિવસે રણમાં દિવસ પસાર કરી શકો છો અથવા તો સાંસ્કૃતિક શો, સ્થાનિક ખોરાક અને રણની પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. Day-4 ચોથા દિવસે સફેદ રણના મનોહર દ્રશ્યોની મજા માણી શકો છો. આ સાથે જ હોડકા , ભીરંડિયારા ગામ સહિત કાળા ડુંગળની પણ મુલાકાત લઈ શકો છો. Day-5 કચ્છ પ્રદેશમાં આવેલુ ધોળાવીરા અને કચ્છ રણ વન્યજીવ અભયારણ્યની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત Day-6 નખત્રણા , ગાંધીધામની મુલાકાત લો અથવા ભુજમાં હસ્તકલાની શોપિંગ કરી શકો છો.Day-7 સાતમાં દિવસે તમે અમદાવાદ પરત ફરી શકો છો.