Travel With Tv9 : ક્રિસમસની રજાઓ માણો કતારમાં ! 3 દિવસમાં ફરી શકો છો 10 થી પણ વધારે સ્થળ, જુઓ તસવીરો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.
1 / 5
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં કતારનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે કતાર ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
2 / 5
ક્રિસમસના વેકેશનમાં મોટા ભાગના લોકોને વિદેશ ફરવા જવાનું મન થતુ હોય છે. પરંતુ ખર્ચ વધારે થતો હોવાના કારણે જઈ શકતા નથી. તો કતારમાં કેવી રીતે ટુર કરવાથી ઓછા સમય અને ઓછા ખર્ચમાં વધુ સ્થળની મુલાકાત લઈ શકો છો. તે અંગે માહિતી આપીશું.
3 / 5
અમદાવાદથી તમે ફ્લાઈટ મારફતે કતાર સુધી પહોંચી શકો છો. કતારના દોહા પહોંચી તમે હોટલમાં આરામ કરી શકો છો. ત્યારબાદ સોક વકીફ એટલે સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો. કોર્નિશ વોકની મુલાકાત પણ લઈ શકો છો. આ બાદ તમે ઇસ્લામિક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. તેમજ સ્થાનિક રેસ્ટોરન્ટમાં ડિનર કરી શકો છો. Day-2 બીજા દિવસે તમે પર્લ- કતારની મુલાકાત લઈ શકો છો. તેમજ કટારા સાંસ્કૃતિક ગામની પણ મુલાકાત લઈ શકો છો. કતારના નેશનલ મ્યુઝિયમની મુલાકાત પણ લઈ શકો છો. વિલેજિયો મોલમાં તમે શોપિંગ કરી શકો છો. Day-3 આ ઉપરાંત એસ્પાયર પાર્કની મુલાકાત લઈ શકો છો. ત્યાર બાદ ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મુલાકાત લઈ તમે અમદાવાદ પરત ફરી શકો છો.
4 / 5
કતારના દોહામાં પહોંચી હોટલમાં ચેક - ઈન કરી હોટલમાં આરામ કરી શકો છો અથવા તો ત્યાં આવેલા સ્થાનિક બજારમાં ખરીદી કરી શકો છો. આ ઉપરાંત તમે કોર્નિશ વોકની મુલાકાત ફીમાં રહી શકો છો. ઈસ્લામિક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લો. તેમજ સ્થાનિક રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કરી શકો છો. Day-2 પર્લ Day-3 તમે સવારે 9 વાગ્યા પછી એસ્પાયર પાર્કની મુલાકાત લઈ શકો છો. ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મુલાકાત લઈ શકો છો. ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મુલાકાત લઈ શકો છો. તેમજ અલ ઝુબારા ફોર્ટની મુલાકાત લઈ શકો છો. Day-4 અલ વકરા સોકની મુલાકાત લઈ શકો છો. મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ થઈ શકે છે. Day-5 કતાર યુનિવર્સિટીની મુલાકાત પણ તમે ફ્રીમાં લઈ શકે છે. આ ઉપરાંત બીચ પર આરામ કરી શકો છો.
5 / 5
દોહા પહોંચી પહેલા દિવસે તમે સોક વકીફ ,કોર્નિશ વોક,ઇસ્લામિક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ સ્થાનિક રેસ્ટોરન્ટમાં ડિનર કરી શકો છો. બીજા દિવસે તમે પર્લ-કતાર,કતારના નેશનલ મ્યુઝિયમ, કટારા સાંસ્કૃતિક ગામની મુલાકાત લઈને વિલેજિયો મોલમાં ખરીદી કરી શકો છો. ત્રીજા દિવસે એસ્પાયર પાર્ક,ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ,અલ ઝુબારા ફોર્ટની મુલાકાત લઈ શકો છો. ચોથા દિવસે તમે અલ વકરા સોકની મુલાકાત લઈ શકો છો.મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ,દોહા ફેસ્ટિવલ સિટી મોલની મુલાકાત લઈ શકો છો. પાંચમાં દિવસે કતાર યુનિવર્સિટીની મુલાકાત લો. તેમજ બીચ પર આરામ કરી શકો છો. અલ ખોર અને અલ ઠાકીરા મેન્ગ્રોવ્ઝની મુલાકાત લઈ શકો છો. છઠ્ઠા દિવસે તમે સિમાઈસ્મા બીચની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત સોક અલ અલી અને મ્યુઝિયમ ઓફ ધ પર્લની મુલાકાત લઈ શકો છો. તેમજ સાતમાં દિવસે તમે સ્થાનિક બજારમાં શોપિંગ કરી અમદાવાદ રવાના થઈ શકો છો.
Published On - 2:12 pm, Fri, 13 December 24