Travel Tips : ગુજરાતમાં આવેલા આ સ્થળોએ જવા માટે પ્રવાસીઓ વરસાદની રાહ જોઈ બેઠા હોય છે, જુઓ ફોટો

|

Jun 24, 2024 | 3:55 PM

ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં ફરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળો સાપુતારા, જટાશંકર, પોલો ફોરેસ્ટ અને વિલ્સન હિલ્સ છે. ગુજરાતના આ સ્થળો પર તમે બસ અને ટ્રેન તેમજ પોતાની ગાડી લઈને પણ જઈ શકો છો.

1 / 5
ચોમાસાની ઋતુમાં ગુજરાતના આ સ્થળો ધરતીનું સ્વર્ગ બની જાય છે.આ અદ્ભુત નજારો જોવા ગુજરાત સહિત અનેક પર્યટકો આવે છે. પોતાની ટ્રિપ યાદગાર બની જાય છે. વરસાદ શરૂ થતા જ ગુજરાતના આ સ્થળો પર નદીઓ તેમજ ઝરણા વહેવા લાગે છે. તો આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જે ટુરિસ્ટ માટે ફેમસ સ્થળ બની ગયું છે. ( photo:Gujarat Tourism)

2 / 5
ગુજરાતમાં આવેલું સાપુતારા હરિયાળી, જંગલો તેમજ અદભુત ઝરણાઓ વચ્ચે પ્રકૃતિના ખોળે વસેલું સુંદર સ્થળ છે. આની હરિયાળી જોઈ લોકો સ્વર્ગ કહે છે. જો તમને પહાડો વચ્ચે ઝરણાઓ જોવાના શૌખીન છો, તો તમારા માટે આ પરફેક્ટ સ્થળ છે. આ હિલ સ્ટેશન સુરતથી અંદાજે 157 કિલોમીટર દુર આવેલું છે. ( photo:Gujarat Tourism)

3 / 5
પોળો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પોળો ફેસ્ટિવલનું આયોજન થાય છે. ચોમાસામાં પોળોના જંગલનું સૌંદર્ય સોળે કળાએ ખીલે ઉઠે છે. ( photo:Gujarat Tourism)

4 / 5
જૂનાગઢના ભવનાથમાં આવેલું જટાશંકર ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. ભવનાથમાં સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે.તેમજ ભવનાથ ચોમાસામાં બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ધાર્મિક સ્થળ તરીકે તો ફેમસ છે સાથે લોકોને લીલીછમ વનરાય તેમજ ઝરણાઓ પણ જોવા મળશે. ભવનાથમાં જટાશંકર બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. (photo : Neekharas)

5 / 5
 વિલ્સન હિલ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વિલ્સન હિલ ઉનાળા અને ચોમાસામાં એક શાનદાર ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહિ જવા માટે સુરત તેમજ વલસાડથી ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો. ( photo:Gujarat Tourism)

Next Photo Gallery