
તડકાંથી બચવા માટે સનસ્ક્રીન લગાવવાનું ભૂલતા નહી કારણ કે, વોર્ટર પાર્ક ખુલ્લામાં હોય છે. અહી અંદાજે SPF 30 કે તેથી વધુ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. દર 2 કલાકે સનસ્ક્રીન લગાવો.જો તમને કોઈ એલર્જી છે. તો વોર્ટરપાર્કમાં જવાનું ટાળજો.

પાણીમાં સમય વિતાવતી વખતે, લોકો ઘણીવાર પાણી પીવાનું ભૂલી જાય છે, જેના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે. તેથી, તમારી સાથે પાણીની બોટલ રાખો અને સમયાંતરે પાણી પીતા રહો.

દરેક વોટર રાઈડના પોતાના નિયમો હોય છે જેમ કે ઊંચાઈ, વજન મર્યાદા, રાઈડ પર બેસવાની રીત વગેરે. આ નિયમોનું પાલન કરવું જરુરી છે. જો તમને પરવાનગી ન હોય તો કોઈપણ સવારી પર બળજબરીથી બેસવાનું ટાળજો.

જો તમે બાળકો સાથે વોટર પાર્કમાં જઈ રહ્યા છો, તો તેમની સુરક્ષા તમારી પહેલી જવાબદારી છે. બાળકોને પાણીમાં એકલા ન છોડો. તેમને રાઈડમાં લઈ જતા પહેલા તેમની ઉંમર અને ઊંચાઈ ધ્યાનમાં રાખો.(all photo : canva)