
સૌથી મહત્વની વાત છે. ફ્લાઈટના સમયથી અંદાજે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવું. જો ઈન્ટરનેશનલ ફ્લાઈટ છે. તો તમારે 3 થી 4 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવું જોઈએ. કારણ કે,એરપોર્ટ પર ચેક ઈન અને લગેજ જમા કરાવવામાં પણ વધુ સમય લાગે છે. બીજું ઘરેથી નીકળતા એરપોર્ટ પહોંચવા સુધી રસ્તામાં ક્યારેક ટ્રાફિક સમસ્યા કરી શકે છે, એટલે જેટલું બને તેટલું વહેલું એરપોર્ટ પહોંચી જવું જોઈએ.

એરપોર્ટ પર જઈ રહ્યા છો તો જરુરી આઈડી પ્રુફ સાથે રાખો. જો પહેલી વખત જઈ રહ્યા છો અને ડર લાગી રહ્યો છે કે, ફ્લાઈટ કેવી રીતે શોધશું, તો ડરવાની જરુર નથી કારણ કે, એરપોર્ટ પર તમે સ્ટાફને તમામ વાતો પુછી શકો છો.

સામાન્ય રીતે, મોટાભાગના લોકો ઈકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવે છે જેમાં તેઓ 15 કિલોની એક બેગ અને 7 કિલોની એક હેન્ડ બેગ લઈ શકે છે. જો કે, અલગ-અલગ એરલાઇન્સના નિયમો અલગ-અલગ હોઈ શકે છે, તેથી તમારી એરલાઇનના નિયમો ધ્યાનથી વાંચો. હવે જો કોઈ વ્યક્તિ નિર્ધારિત નિયમ કરતાં વધુ સામાન લઈ જાય તો તેને પ્રતિ કિલો વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે.

જો તમે પહેલીવાર એકલા મુસાફરી કરી રહ્યા છો, તો તમારે તમારી સાથે કેટલીક મનોરંજન વસ્તુઓ રાખવી. હેડફોન, પુસ્તક પણ રાખી શકો છો. આમ કરવાથી તમને મુસાફરી દરમિયાન કંટાળો નહીં આવે.