
ચોમાસાની ઋતુમાં અહી મોટી સંખ્યામાં લોકો ટ્રેકિંગ માટે આવતા હોય છે. આ સ્થળ પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે.

ચોમાસામાં અહી ચારેબાજુએ વનરાઈ ખીલી ઉઠે છે. બરડા ટેકરીઓમાં, ઘુમલીના સોલંકી રાજવંશના ભવ્ય નવલખા મંદિર અને વાવ આવેલા છે, જે કદાચ ગુજરાતના સૌથી મોટા પગથિયાંના કુવાઓમાંનો એક છે. તમે અહી ટ્રેકિંગ પણ કરી શકો છો.

પોરબંદરથી માત્ર 45 કિમી દૂર બરડાની તળેટીમાં આવેલા ઘુમલીમાં આવેલા ઐતિહાસિક ગામ નવલખા મંદિરની મુલાકાત લઈ શકો છો. અહી 8મી સદીનું આ પ્રાચીન સૂર્ય મંદિર ગુજરાતના સૌથી જૂના મંદિરમાંથી એક છે.

પ્રકૃતિ પ્રેમીઓ માટે બરડો ડુંગર સ્વર્ગથી ઓછો નથી. અહી તમને પક્ષીઓનો મીઠો કલરવ પણ સાંભળવા મળશે. બરડા વિસ્તારના લોકોનો મુખ્ય ધંધો ખેતી તથા પશુપાલન છે. ખેતીલાયક જમીનોનું પ્રમાણ ડુંગરાળ પ્રદેશને કારણે ઓછું છે. (All photo : gujarat tourisam)