
આમ તો માધવપુર શ્રી કૃષ્ણ અને રુક્મિણીનો વિવાહ પ્રસંગ માટે ફેમસ છે. પરંતુ માધવપુર બીચ ફરવા માટે પણ બેસ્ટ અને શાંત સ્થળ છે.અહી મોટી સંખ્યામાં લોકો પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ આવતા હોય છે.

અમદાવાદથી અંદાજે 439 કિલોમીટર દુર સ્થિત દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. અહી મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે. તમે પણ પરિવાર સાથે દ્વારાકધીશ મંદિરની સાથે બીચ પર જવાનો પ્લાન બનાવી શકો છે. દ્વારકાથી ખુબ નજીક શિવરાજ પુર બીચ આવેલ છે.

ગોપનાથ બીચ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો છે. આ બીચના કિનારે ગોપનાથ મહાદેવનું મંદિર પણ છે. આ બીચ ખૂબ જ સુંદર છે.