Travel Tips : ફરવાની સાથે ગુજરાતની આ વાનગીનો ટેસ્ટ કરી તો વિદેશીઓ પણ આંગળા ચાટવા લાગે છે, જુઓ ફોટો

|

Dec 24, 2024 | 4:54 PM

કેટલાક પ્રવાસીઓ એવા પણ હોય છે. જે શિયાળામાં ગુજરાતની વિશિષ્ટ વાનગીઓનો આનંદ માણવા માટે તેના ફેવરિટ સ્થળ પર પહોંચી જાય છે. તો ચાલો આજે આપણે ગુજરાતની કેટલીક એવી ડિશ વિશે જાણીએ. જેનો પ્રવાસીઓ શિયાળામાં ભરપુર આનંદ માણે છે.

1 / 8
 આમ તો તમે ગુજરાતની અનેક ડિશનું નામ સાંભળ્યું હશે, પરંતુ તેમાં કેટલીક ડિશ એવી છે, જેની શિયાળામાં ટ્રાય જરુર કરવી જોઈએ. તો ચાલો આજે તમને કેટલીક એવી ડિશ વિશે જણાવીશું, જે શિયાળામાં ખુબ જ ફેમસ છે.

2 / 8
ગુજરાતના લોકો માત્ર ફરવાની સાથે ખાણીપીણી માટે પણ ખુબ ફેમસ છે. એવું કહેવામાં આવે છે કે, ગુજરાતી લોકો જમવાના ખુબ શોખીન હોય છે. જો તમે પણ દેશના જુદા જુદા રાજ્યનું ફૂડ ટ્રાય કરવાનું પસંદ કરો છો, તો  ગુજરાતની આ ફેમસ વાનગીઓ પણ અવશ્ય ખાવી જોઈએ. આ વાનગીઓનો સ્વાદ જ નહીં પણ સુગંધ પણ લોકોને દિવાના બનાવી દે છે.

3 / 8
શિયાળામાં ગુજરાતી વાનગીમાં બાજરાના રોટલાનું નામ સૌથી પહેલા આવે છે. બાજરાના રોટલા ખુબ હેલ્ધી માનવામાં આવે છે. બાજરાના રોટલાને રીંગણનો ઓળો તેમજ દહીં તીખારી કે પછી ગોળ અને ઘી અને માખણ સાથે પીરસવામાં આવે છે.બાજરીના રોટલા અને રીંગણાનો ઓળોએ ગુજરાતીઓનું શિયાળાનું મનપસંદ ભોજન છે,જ્યારે તેને માખણ સાથે પીરસવામાં આવે તો વધુ સ્વાદિષ્ટ લાગે છે.

4 / 8
બાજરીના ઢેબરા શિયાળામાં ગરમ ગરમ ચા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઢેબરા ફેમસ ગુજરાતી નાસ્તો છે. કેટલાક લોકો બાજરી ના ઢેબરાને અથાણું અને  દહીં અથવા મસાલા ચા સાથે ખાય છે. ગુજરાતીઓ જ્યારે ટ્રીપ પર જાય છે, ત્યારે તેના બેગમાં તમને ઢેબરા ચોક્કસ જોવા મળશે

5 / 8
શિયાળામાં પોંકની વિશેષ માંગ હોય છે. કેટલાક લોકો તો પોંક ખાવા માટે ગામડે પણ જતા હોય છે. પોંકએ ગુજરાતી વાનગી છે, આ મોસમી નાસ્તાની રેસીપી ગરમ ચા સાથે નાસ્તા તરીકે શ્રેષ્ઠ છે અથવા તેને શિયાળાની પાર્ટીઓમાં ચાટ તરીકે સર્વ કરી શકાય છે.

6 / 8
શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની અનેક ખાવાની વેરાઈટીઓ બનતી હોય છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સુરતમાં ભાઠા ગામનું ઉંબાડિયું એટલું જ ફેમસ છે ગુજરાત તેમજ આજુબાજુના રાજ્યોમાં લોકો ખાવા માટે લઈ જાય છે તેમજ વિદેશમાં પણ લોકો મોકલે છે.

7 / 8
ગુજરાતીઓ ચટાકેદાર ભોજન ખાવાના શૌખીન હોય છે. તેમાં પણ શિયાળામાં તુવેરના ટોઠા ગૃહિણીઓ ખુબ બનાવે છે.તુવેરના ટોઠા ઉત્તર ગુજરાત અને મહેસાણાની ફેમસ વાનગી છે. તુવેરના ચટાકેદાર લોકો ખુબ જ ખાય છે.

8 / 8
દરેક સ્થળના હવામાન અને વાતાવરણ પ્રમાણે ખોરાક અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, પંજાબમાં મકાઈનો વધુ વપરાશ થાય છે, જ્યારે સાઉથમાં ચોખાનો વધુ વપરાશ થાય છે. તેવી જ રીતે ગુજરાતમાં ઉંધિયુનું શિયાળામાં ખુબ સેવન કરવામાં આવે છે.અનેક શાકભાજીને મિક્સ કરીને તૈયાર કરવામાં આવતી વાનગી છે, જે શિયાળામાં વધુ ખાવામાં આવે છે. આ વાનગી માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ તમામ પ્રકારની ભાજીનું પણ લોકો ખુબ સેવન કરે છે.

Next Photo Gallery