
કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે વધતા સરહદ વિવાદને કારણે, ભારતીયો માટે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. એડવાઇઝરીમાં થાઇલેન્ડના 7 રાજ્યોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે થાઇલેન્ડના ટુરિઝમ ઓથોરિટી (TAT) દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા, ભારતીયોને થાઇલેન્ડના 7 રાજ્યો - ઉબોન રત્ચાથની, સુરીન, સિસાકેટ, બુરીરામ, સા કાઓ, ચાંથાબુરી અને ત્રાટની મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ 7 રાજ્યોમાં 20 થી વધુ સ્થળો છે જ્યાં ભારતીયો ન જાય તો સારું રહેશે.

આ રાજ્યોમાં પ્રાચીન હિન્દુ મંદિરો છે. આ ઉપરાંત, ઘણા પર્યટન સ્થળો છે જ્યાં ભારતીયો મુલાકાત લે છે, પરંતુ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પ્રાચીન હિન્દુ મંદિરોને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જે ભારતીયો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.વર્ષ 2024 માં, લગભગ 21 લાખ ભારતીયોએ થાઇલેન્ડની મુલાકાત લીધી હતી. ભારતીયો થાઇલેન્ડના બેંગકોક અને ફુકેટ શહેરોની સૌથી વધુ મુલાકાત લે છે.

કેટલાક ટુરિસ્ટ હોય છે જે બસમાં બેસી કંબોડિયા અને લાઓશ જાય છે. તેમજ આ યુદ્ધ બોર્ડર પર થાય છે અને કોઈને વિચાર આવ્યો કે, થાઈલેન્ડથી કબોડિયા બસદ્વારા જવાનો પ્લાન છે. તો આ પ્રવાસીઓએ તેમનો પ્રવાસ રદ્દ કરવો પડશે.

તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો વિવાદ પ્રેહ વિહાર અને તા મુએન થોમ મંદિરોને લઈને છે. વિવાદને કારણે બંને દેશોની સરહદો સીલ કરી દેવામાં આવી છે. બંને દેશોએ પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે અને અધિકારીઓને પણ પાછા બોલાવી લીધા છે. (photo: canva)