
તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓની જો આપણે વાત કરીએ તો , સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની રમઝટ અને અંદાજે 200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ છે.

મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમને જોવા મળે છે.તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની ર્દષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

જો તમારે તરણેતરના મેળામાં જવું હોય તો સૌથી પહેલા તમારે સુરેન્દ્રનગર જવાનું રહેશે. ત્યાંથી થાનગઢ અહી થોડા કિલોમીટર દુર તરણેતરનો મેળો ભરાય છે. ચોટીલાથી 39 કિલોમીટર દુર આવેલું છે.

તરણેતરમાં મેળામાં તમે બસ, કે પછી પ્રાઈવેટ કાર દ્વારા જઈ શકો છો. તેમજ ટ્રેનમાં જવું હોય તો સુરેન્દ્ર નગર સુધી ટ્રેનમાં બેસી, ત્યાંથી વાહનમાં તરણેતરના મેળામાં જઈ શકો છો. (photo : gujarat tourisam)