
ક્રુઝમાં બેસી તમે જમવાનો આનંદ માણવાની સાથે મોઈતો અને મોજીટો સહિત કોલ્ડ્રીક્સની મજા માણી શકો છો. અહિ તમને લાઈવ મ્યુઝિક સાથે ડાન્સ તેમજ પાર્ટી પણ કરી એન્જોય કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વપ્ન હતું કે, સાબરમતી નદીમાં ક્રૂઝ રેસ્ટોરાં બને અને સહેલાણી અને નાગરિકોને આવી ક્રૂઝ રેસ્ટોરાંની મજા માણવા બહાર ન જવું ન પડે. આજે મોટી સંખ્યામાં લોકો આ કુઝની મુલાકાત લે છે.

રૂ. 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરવામાં આવ્યું છે. જો તમે બર્થ ડે સેલિબ્રેશન, એનિવર્સરી અને Engagement સેલિબ્રેશન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, કે પછી કિટી પાર્ટી અને બેબી શાવરનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ પ્લેસ તમારા માટે બેસ્ટ છે. જો તમે પણ ન્યુયર સેલિબ્રેશન કરવા ક્રુઝમાં જવા માંગો છો તો તમે આ કુઝની મુલાકાત લઈશકો છો.
Published On - 4:25 pm, Tue, 17 December 24