Travel tips : વીકએન્ડ પર બનાવો મોઢેરા સૂર્ય મંદિરે જવાનો પ્લાન, જાણો કેવી રીતે જશો
રાજ્ય સરકાર દ્વારા શિલ્પ,સ્થાપત્ય,સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો તમે પણ મોઢેરા સૂર્યમંદિર જવાનો પ્લાન કરી રહ્યા છો, તો જાણો કેવી રીતે મોઢેરા સૂર્યમંદિર પહોંચશો.
1 / 6
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992 ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્રિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો.
2 / 6
સૂર્યના મકર રાશિમાં પ્રવેશ બાદ એટલે ઉત્તરાયણ પછી ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે. જેનો એક હેતુ સૂર્ય વંદના તો છે સાથે જ આ મહોત્સવ એ પ્રાચીન સ્થાપત્ય-સંસકૃતિક સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ છે.
3 / 6
ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશ વિદેશથી કલા રસિકો દર વર્ષે મોઢેરા આવે છે,મોઢેરા હવે માત્ર સૂર્ય મંદિરના સ્થાપત્યને કારણે જ નહીં, INDIA'S FIRST SOLAR VILLAGEની સાથે દર વર્ષે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવને કારણે પણ પ્રસિદ્ધ છે. ઉત્તરાર્ધ મહોત્સવ દ્વારા રાજ્ય સરકાર ગુજારતના અને દેશના સાંસકૃતિક વારસાને કાયમ માટે જીવંત રાખે છે.
4 / 6
અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર અંદાજે 101 કિલોમીટરનું છે. જો તમે કાર લઇ જાઓ તો સૂર્ય મંદિર જવા માટે બે કલાકનો સમય લાગી શકે છે. મહેસાણાથી સૂર્ય મંદિરનું અંતર 25 કિલોમીટર છે.
5 / 6
જો તમે ફ્લાઈટમાં દ્વારા મોઢેરા સૂર્યમંદિર જઈ રહ્યા છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો.
6 / 6
પરિવાર કે મિત્રો સાથે ટ્રેનમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા મોઢેરા સૂર્ય મંદિર પહોંચી શકો છો.મોઢેરા સૂર્યમંદિરની નજીક પણ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. તમે આજુબાજુના સ્થળે પણ જઈ શકો છો.