
ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિરમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. અહિ ભસ્મ આરતીનું પણ ધાર્મિક મહત્વ છે.

ઉજ્જૈન રેલવે સ્ટેશનની આસપાસ તમને અનેક હોટલો પણ રહેવા માટે મળી જશે. તેમજ તમે આશ્રમમાં પણ રહેવાનો પ્લાન બનાવી શકો છો. જમવા માટે તમને ઉજ્જૈન મંદિરની બહાર અવનવી વાનગીઓ મળી રહેશે.

ઉજ્જૈન શહેરમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે, જ્યારે ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે. ઉજ્જૈન ખૂબ જ સુંદર શહેર છે. આ શહેર મોક્ષ પ્રદાન કરનારા સાત શહેરોમાંનું એક હોવાનું કહેવાય છે. મહાકાલેશ્વર મંદિર ઉપરાંત અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.