
જો તમે ઓછા બજેટમાં કોઈ સુંદર જગ્યાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે ઋષિકેશ જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ મંદિરો, આશ્રમો અને અનેક યોગ કેન્દ્ર આવેલા છે. સાથે તમે હરિદ્વાર પણ જઈ શકો છો. ઋષિકેશ જવા માટે પણ તમને કુરુક્ષેત્રની બસ મળી જશે. અહિ પહોચવા 4 થી 5 કલાકનો સમય લાગશે.( photo : ajayparkash)

જો તમે પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે મસુરી જઈ શકો છો. કુરુક્ષેત્રથી મસુરી જવા માટે બસ તેમજ બાઈક ભાડે મળી જશે. અહિ તમે 2 થી 3 દિવસ રહેવાનો પ્લાન બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે, મસુરી ઉત્તરાખંડની સૌથી સુંદર સ્થળમાંથી એક છે. કુરુક્ષેત્રથી મસુરી જવા માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગશે. ( photo : ajayparkash)