
અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે ભરાય છે.આમ તો અહી કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા ભરાય છે. જેમાં 'ભાદરવી પૂનમનો મેળો' ખુબ મહત્વપૂર્ણ છે.

અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે. અમદાવાદથી 185 કિલોમીટર દુર મંદિર આવેલું છે.અંબાજી હિમ્મતનગર રોડથી પહોંચી શકાય છે,

આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે.

તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું છે. અમદાવાદથી પણ તમને બસ સરળતાથી મળી જાય છે.