
એક કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનાં દિવસે ભરાતા ભવનાથનો મેળામાંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલા.ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

મેળામાં દર વર્ષે ભગવાન કૃષ્ણની રંગેચેંગે જાન જોડવામાં આવે છે. અને શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે,પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે.

શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. માધવરાયજીનું આ જૂનુ મંદિર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. તમે બસ, ટ્રેન અને ફ્લાઈટ દ્વારા પણ માધવપુર પહોંચી શકો છો.

માધવપુર બીચ ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો જેમ કે પોરબંદર (55 કિમી), સોમનાથ (73 કિમી) અને રાજકોટ (191 કિમી) રોડ દ્વારા જોડાયેલ છે.નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન પોરબંદર છે, જે માધવપુર બીચથી લગભગ 55 કિમી દૂર છે અને ત્યાં પહોંચવામાં લગભગ 1 કલાક લાગે છે.સૌથી નજીકનું એરપોર્ટ પોરબંદરમાં છે,પોરબંદર એરપોર્ટ માધવપુર બીચથી આશરે 58 કિમીના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવામાં લગભગ 1 કલાક લાગે છે.