Travel tips : દિવાળી પહેલા મુસાફરો માટે એક ગુડ ન્યુઝ, સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું
સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, જંગલમાં સિંહોનું 4 મહિનાનું ચોમાસુ વેકેશન પૂર્ણ થયું છે, એટલે કે, દિવાળી પહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. તો ચાલો જાણીએ જો તમે સાસણ ગીર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કઈ રીતે સાસણ ગીર પહોંચશો.
1 / 5
જો તમે પણ દિવાળીમાં સાસણ ગીર જવા માંગો છો, તો સિંહના દર્શન માટે ઓનલાઈન બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. જૂનાગઢમાં સાસણ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.દિવાળીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાત લઈ શકે છે. જંગલ સફારીનો આનંદ માણશે
2 / 5
જૂનાગઢ અને સાસણ ગીર વચ્ચે કોઈ સીધી ટ્રેન નથી. તમે જૂનાગઢથી સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકો છે, ત્યારબાદ કાર કે પછી બસ દ્વારા સાસણ ગીર પહોંચી શકો છે.
3 / 5
જો તમે ફ્લાઈટ દ્વારા સાસણ ગીર જવા માંગો છો. તો તમને રાજકોટ, પોરબંદર અને કેશોદ સુધી ફ્લાઈટ મળી જશે, ત્યારબાદ તમારે કાર કે પછી બસમાં મુસાફરી કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે, સાસણ ગીરની સૌથી નજીકનું એરપોર્ટ કેશોદ છે.
4 / 5
અભયારણ્ય દર વર્ષે 16મી ઓક્ટોબરથી 15મી જૂન સુધી પ્રવાસન માટે ખુલ્લું રહે છે.જૂનાગઢના રેલ્વે સ્ટેશન સુધી અમદાવાદ અને રાજકોટ અને અન્ય મોટા શહેરોમાંથી ટ્રેનો મળે છે. અહીંથી સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધી પહોંચવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગે છે.
5 / 5
તમે પરિવાર સાથે બાય રોડ સાસણ ગીર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તમે જૂનાગઢ થઈને સાસણ ગીરની મુલાકાત લઈ શકો છો. જૂનાગઢથી સાસણ ગીર આશરે 50 કિમી દુર થાય છે અને આ અંતર કાપવામાં લગભગ 1 કલાકનો સમય લાગે છે. GSRTC બસો અને ઘણી ખાનગી બસો બંને શહેરો વચ્ચે ચાલે છે અને તમને સીધા સાસણ ગીર પહોંચાડશે. (all photo : sasan_gir_forest)