
12 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરુ થશે. જો તમે પણ પરિક્રમા માટે બેગ પેક કરી લીધું છે, તો પ્લાસ્ટિક લઈ જવા પ્રતિબંધ છે. તો તમારા બેગમાં પ્લાસ્ટિક નથી ને એક વખત ચેક કરી લેજો. જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિંબંધ છે. જો કોઈ શ્ર્દ્ધાળુ આનો ભંગ કરશે તો 25 હજાર રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જૂનાગઢ માટે સ્પે ટ્રેનો પણ શરુ કરવામાં આવી છે.

ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી મજબુત વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.